બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 250 new mobile veterinary clinics will be started in the state this year

નિર્ણય / આ વર્ષે રાજ્યમાં નવા 250 મોબાઈલ પશુ દવાખાનાનો થશે પ્રારંભ, 'પશુ ચિકિત્સા સેવા'નો વ્યાપ વધારવા લેવાયો મહત્વનો નિર્ણય

Malay

Last Updated: 12:39 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, '10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના' યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે.

  • ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ
  • પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા લેવાયો નિર્ણય
  • ઘર આંગણે પશુને વિનામૂલ્યે અપાશે સારવાર
  • 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે

Gandhinagar News: ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.

ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર: મફતમાં થશે પશુઓની સારવાર, સરકારે શરૂ  કરી આ સુવિધા | Minister Raghavji Patel announced that 127 new mobile animal  hospitals will be started in Gujarat

નવા ફરતા પશુ દવાખાના શરૂ કરાશે
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે.

કુલ રૂ.17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા 
તેઓએ ઉમેર્યું હતું કે, આ નેમને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ 2023-24માં જ નવા 250 ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂ.17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વિનામૂલ્યે ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ પૂરી પડાશે
પશુપાલન મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવા 250 ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ 2500 જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ 1962 નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ