બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 24 hours admission not required for claims in medical insurance Know what Vadodara Consumer Forum ruled
ADVERTISEMENT
તમે જો પોતાનું અને પોતાના પરિવારનું મેડિકલ ઈન્શ્યોરન્સ કરાવેલું છે તો આ ખબર તમારા કામની છે. મેડિકલ ઈન્શ્યોરન્સના વિશે તમે મોટાભાગે સાંભળ્યું હશે કે ક્લેમ માટે દર્દીને ઓછામાં ઓછુ હોસ્પિટલમાં 24 કલકા માટે એડમિટ થવું જરૂરી છે.
તેનાથી ઓછો સમય જો તમે હોસ્પિટલમાં એડમિટ રહ્યા તો મેડિકલ ઈન્શ્યોરન્સ કરાવનાર કંપની ક્લેમને રિજેક્ટ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ ઉપભોક્તા ફોરમના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ ઈન્શ્યોરન્સ કરાવનાર વ્યક્તિ 24 કલાકથી પણ ઓછા સમયમાં ક્લેમ કરવા માટે હકદાર છે. આવો જાણીએ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું.
ADVERTISEMENT

આધુનિક મશીનો દ્વારા ઝડપથી થઈ રહી સારવાર
વડોદરા કન્ઝ્યુમર ફોરમની તરફથી મેડિકલ ઈન્શ્યોરન્સ સાથે જોડાયેલા એક કેસમાં એવો ચુકાદો આપવામાં આવ્યો છે. કન્ઝ્યુમર ફોરમનું કહેવું છે કે મેડિકલ ઈન્શ્યોરન્સનો ક્લેમ લેવા માટે એ જરૂરી નથી કે વ્યક્તિને હોસ્પિટલમાં 24 કલાક માટે દાખલ કરવામાં આવે.
ADVERTISEMENT
આજકાલ આધુનિક મશીનો દ્વારા સારવાર ઝડપી થઈ ગઈ છે અને ડોક્ટરો પણ દર્દીને ડિસ્ચાર્જ કરી દે છે. એવામાં ઘણી વખત 24 કલાકથી પણ ઓછામાં દર્દીને હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાત નથી હોતી.

ADVERTISEMENT
દર્દીને પૈસા આપવાનો આદેશ
કન્ઝ્યુમર ફોરમની તરફથી મેડિકલ ઈન્શ્યોરન્સ કંપનીને દર્દીને પૈસાની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. હકીકતે વડોદરાના રહેવાસી રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝ્યુમર ફોરમમાં નેશનલ ઈન્શ્યોરન્સ કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જોશીએ કહ્યું હતુ કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઈટિસની સમસ્યા થઈ હતી. તે સમયે સારવાર માટે તેમને અમદાવાદના લાઈફકેર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાવ્યા.
ADVERTISEMENT

ક્લોઝ 3.15નો હવાલો આપીને ન આપ્યો ક્લેમ
ડોક્ટરોની સારવાર બાદ બીજા દિવસે જોશીની પત્નીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. જોશીએ ઈન્શ્યોરન્સ કંપની સાથે 44468 રૂપિયાની ચુકવણી માંગી. પરંતુ ઈન્શ્યોરન્સ કંપની તરફથી જોશેને ચુકવણી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો.
પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી જોશીને ચુકવણી કરવાનો ઈનકાર કરી દીધો. તેના વિરૂદ્ધ જોશીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીએ તર્ક આપ્યો કે દર્દી સતત 24 કલાક સુધી ભરતી નથી થવાના કારણે ક્લેમ સેટલ નથી કરવામાં આવ્યો.
ADVERTISEMENT

જોશીએ કરી મદદની માંગ
જોશીએ કન્ઝ્યુમર ફોરમના સામે પોતાના દસ્તાવેજ મુકીને પૈસા અપાવવાની માંગ કરી હતી. જોશીએ દાવો કર્યો કે તેની પત્નીને 24 નવેમ્બર 2016ની સાંજે 5.38 પર ભરતી કરવામાં આવ્યા હતા. તેમને બીજા દિવસે 25 નવેમ્બર 2016એ સાંજે 6.30 વાગ્યે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા
ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું કે તે માની લેવામાં આવશે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે મેડિકલ ઈન્શ્યોરન્સનો ક્લેમ મેળવવાનો હકદાર છે. આધુનિક યુગમાં સારવાર માટે નવી નવી રીત અને દવાઓ વિકસિત થઈ ગઈ છે. એવામાં ડોક્ટર તેના જ અનુસાર સારવાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.