બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 23-year-old Jadish Prajapati dies of lightning in Patan

પાટણ / રાણીની વાવ જોવા આવેલા બે યુવકો પર પડી વીજળી, એકનું નિધન, બીજો ગંભીર રીતે ઘાયલ

Dinesh

Last Updated: 10:24 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં રાણીની વાવ જોવા આવેલા 2 યુવકો પર વીજળી પડતા એકનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત થયો છે

  • વીજળી પડતા 23 વર્ષીય યુવકનું મોત
  • રાણીની વાવ જોવા આવેલા 2 યુવકો પર પડી વીજળી
  • અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત


ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદનો કમઠાણ સર્જાયો છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે જ્યારે પાટણ અને બનાસકાંઠામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં વીજળી પડતા 23 વર્ષીય જગદીશ પ્રજાપતિનું મોત થયું છે જ્યારે પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત થયું છે.

પાટણમાં વીજળી પડતા 23 વર્ષીય યુવકનું મોત
પાટણમાં રાણીની વાવ જોવા આવેલા 2 યુવકો પર વીજળી પડવાની ઘટના સામે આવી છે જમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. 23 વર્ષીય જગદીશ પ્રજાપતિનું વીજળી પડતા મોત થયું છે.

પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત
પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત થયું છે.ખેતરના શેઢા પરથી પસાર થતા સમયે તરૂણ પર વીજળી પડી હતી જે વીજળી પડતા તરૂણ 15 ફૂટ જેટલો દૂર ફેંકાયો હતો. જમીન પર પટકાતા તરૂણનુ મોત નિપજ્યું છે. 15 દિવસ બાદ મૃતકના ભાઈના લગ્ન હતા જો કે ઘટનાના પગલે લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે.

વીજળી પડતા 200 કબુતરોના મોત
મહેસાણાના શંકરપુરા ગામમાં વીજળી પડતા ચબુતરો ધરાશાયી થયો છે તેમજ ભારે પવનના કારણે ગામમાં 50 જેટલા વૃક્ષ જમીનદોસ્ત થયા છે જ્યારે ચબુતરો ધરાશાયી થતા 200 જેટલા કબુતરોના મોત  થયા છે 
 

 

મોરબીમાં વરસાદ

  • મોરબી શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોમસમી વરસાદ,
  • ઘુટું, મીતાણા, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદ
  • હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ કમોસમી વરસાદ

મોરબી શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘુંટું, મીતાણા, ટંકારા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી. 

પાટણ જિલ્લાનુ વાતાવરણ અચાનક પલટાયુ

પાટણ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. હારીજ શહેરમાં વાતાવરણ બદલાતા ધીમી ધારે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. પાટણ હારીજ માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં. જીરૂ. ચણા તેમજ એરંડાનો પાક પલળ્યો હતો.  હવામાન વિભાગની આગાહી બાદ પણ યાર્ડની બેદરકારી સામે આવી છે. વરસાદને કારણે માર્કેટયાર્ડમાં પાક પલળતા નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતો પાસેથી ખરીદેલી જણસનો જથ્થો વરસાદમાં પલળ્યો હતો. વેપારીઓએ ખરીદેલો અને ખેડૂતોએ રાખેલો જથ્થો પલળ્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ