બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad Shocking incident 22 year old girl relationship with 43 year old man
ADVERTISEMENT
23 વર્ષીય દીકરીનો 43 વર્ષીય પિતા 22 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો
આ મુદ્દે પત્નીએ છુટાછેડા લઇ પતિના પ્રેમીકા સાથે લગ્ન કરાવ્યા અને ત્રણેય સાથે રહેલા લાગ્યા હતા. જોકે બીજી પત્નીને પતિની પહેલી પત્ની સાથે રહેતી હોવાથી પ્રાઇવસી ન મળતા મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અસારવામાં રહેતો 43 વર્ષીય સટ્ટોડિયો રાકેશ અને 41 વર્ષીય રીનાએ 23 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેઓ 3 સંતાનોના માતા પિતા બન્યાં. 3 વર્ષ પહેલા રાકેશની મુલાકાત 22 વર્ષીય સ્વાતી સાથે થઇ હતી. મોબાઇલ પર વાતચીત કરતા એકબીજાના પ્રેમમાં પડી શારીરિક સંબંઘો પણ બાંધ્યા હતાં. 7 મહિના પહેલા સ્વાતી ગર્ભવતી બની હતી. જોકે રાકેશે તેને ગર્ભપાત કરવાનું કહેતા ઉશ્કેરાયેલી સ્વાતીએ કહ્યું તું મારી સાથે લગ્ન કરીશ તો જ ગર્ભપાત કરીશની ધમકી આપી હતી.
ADVERTISEMENT
ગર્ભવતી પ્રેમીકાએ પ્રેમીની પત્નીને આપી હતી ધમકી
એક તરફ રાકેશની 23 વર્ષીય દીકરીની સગાઇ થઇ હોઇ તેના લગ્ન લેવાની તૈયારી ચાલી રહી હતી. બીજી તરફ સ્વાતિ રાકેશના ઘરે જઇને રીનાને ધમકી આપી હતી કે જો તારો પતિ મારી સાથે લગ્ન નહી કરે તો હું તારી દીકરીના લગ્નમંડપમાં બધાને કહી દઇશ કે રાકેશ જ મારા ગર્ભમાં રહેલા બાળકનો પિતા છે અને તારી દીકરીના લગ્ન તુટી જશે.
ADVERTISEMENT
રાકેશની પૂર્વ પત્ની અને બીજી પત્ની અને રાકેશ એક સાથે રહેતા હતા
સ્વાતીની ધમકીથી ડરેલી હીનાએ રાકેશને છુટાછેડા આપી દીધા. રાકેશે છુટાછેડાના બીજા જ દિવસે સ્વાતી સાથે લગ્ન કરી લીધા. છુટાછેડા બાદ સમાજમાં કોઇને આ વાતની જાણ ન થાય એ માટે સ્વાતી, રીના અને રાકેશ એક જ છત નીચે રહેવા લાગ્યા હતા. બીજી તરફ લગ્ન બાદ સ્વાતીએ ગર્ભપાત કરાવી દીધો હતો. બીજી તરફ દીકરીના લગ્ન થઇ ગયા.
ADVERTISEMENT
રાકેશ બંને પત્નીઓને વારા ફરતી રાત આપતો
રાકેશ એક રાત સ્વાતી સાથે અને એક રાત પહેલી પત્ની રીના સાથે એમ સમય વિતાવતો હતો. શરુઆતમાં ત્રણેય વચ્ચે બધુ બરાબર ચાલ્યું હતું. જો કે રાકેશ સ્વાતીને ઉંમરને કારણે શરીર સુખ આપી શકતો ન હોવાથી સ્વાતીએ મહિલા હેલ્પલાઇન 181(અભયમ્)ની મદદ માંગી હતી.
ADVERTISEMENT
અભયમના કાઉન્સીલરે સ્વાતીને છુટાછેડા લેવાની સલાહ આપી
મહિલા હેલ્પલાઇનના બિનલ બહેન ત્યાં પહોંચતા રીનાએ તેમને જણાવ્યું હતું કે, મારે રીનાને સાથે રાખવી નથી. તે જ્યાં સુધી છે ત્યાં સુધી તે મને પ્રેમ નહી કરી શકે. સ્વાતીએ કાઉન્સેલીંગ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે રાકેશની મારી સાથેની નાઇટ હોય છે અને અમે ફરવા જઇએ છીએ ત્યારે રીના પણ અમારી સાથે જ આવે છે. જ્યારે રીના અને રાકેશ ફરવા જાય ત્યારે મને લઇ જતા નથી. રાકેશ મને શરીર સુખમાં સંતોષ આપતો નથી. લગ્ન બાદ મને આઇ લવ યું પણ કહેતો નથી. તમે રીનાને ઘર છોડીને જવાનું કહો એ હશે ત્યાં સુધી રાકેશ મને પ્રેમ નહીં કરે.
ADVERTISEMENT
કાઉન્સિલર બિનલબહેને સ્વાતીને સમજાવી હતી કે રાકેશની ઉંમરને લીધે તે તને શરીર સુખ આપી શકતો નથી. બીજુ કે તારી પાસે જીંદગી પડી છે. જે અપેક્ષાઓ તારી છે તે રાકેશ પુરી કરી શકે તેમ નથી જેથી તુ છુટાછેડા લઇ લે. સ્વાતી છુટાછેડા લેવા તૈયાર પણ થઇ ગઇ હતી. જો કે છેલ્લી ઘડીએ તેણે છુટાછેડા લેવાની ના પાડી દીધી હતી. અંતે બિનલબહેને ત્રણેયને શાંતિથી એકબીજાને સમજવા કહ્યું હતું.

સ્વાતીના આ પ્રેમપ્રકરણમાં અભયમ લગ્ન પહેલાં અને પછી 3 વખત મદદે આવી
સ્વાતીના માતા પિતાને સ્વાતી આધેડ રાકેશના પ્રેમમાં હોવાથી જાણ થતા તેમણે સ્વાતીને સમજાવવા 181 બોલાવી જોકે તે માની નહોતી. સ્વાતી રાકેશ સાથે લગ્ન કરી રહી હતી. ત્યારે તેને લગ્ન ન કરવા સમજાવવા માટે પણ સ્વાતીના માતા પિતાએ 181 બોલાવી હતી. જ્યારે લગ્ન બાદ સ્વાતીએ પતિની પૂર્વ પત્નીને ઘરમાંથી કાઢી મુકવા માટે 181 બોલોવી હતી.
આલેખનઃ ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.