બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 gas cylinders will be given free in a year by gujarat government

BIG BREAKING / બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં જોરદાર રાહત: ગુજરાત સરકારની 'દિવાળી ગિફ્ટ'

Dhruv

Last Updated: 03:31 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહત્વની રાહત આપતા રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.

  • દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના સમાચાર
  • ગરીબ-મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે
  • CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો

રાજ્યમાં એકતરફ મોંઘવારી ઘટવાનું નામ નથી લઇ રહી. એમાંય હવે તો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. ત્યારે મોંઘવારી સામાન્ય જનતા પર એક બોજો બની ગઇ છે. સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારોને તો આ મોંઘવારીમાં તહેવારો ઉજવવું મુશ્કેલ બની જાય છે. એવામાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આકર્ષક દિવાળી 'ગિફ્ટ' આપી છે.

દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ' ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'

દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત

  1. ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત
  2. ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
  3. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
  4. CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government cng png price free gas cylinders ujjawala yojana ઉજ્જવલા યોજના ગુજરાત સરકાર ફ્રી ગેસ સિલિન્ડર free gas cylinders
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ