બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 19 women dead as boat carrying wedding party capsizes in river

BIG NEWS / પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: જાનૈયા ભરેલી હોડી પાણીમાં ડૂબી ગઈ, 19 મહિલાઓના મોત, 100 લોકો હતા સવાર

Pravin

Last Updated: 10:36 AM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે.

  • પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના
  • જાનૈયા ભરેલી નાવ પાણીમાં ડૂબી ગઈ
  • 19 મહિલાના મૃતદેહ મળી આવ્યા, 100 લોકો હતા સવાર

પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ રહ્યા હતા. અધિકારીઓએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે, જાનમાં જઈ રહેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે કે, હોડીમાં લગભગ 100 લોકો સવાર હતા. આ લોકો રહીમ યાર ખાનની નજીક 65 કિમી દૂર મચ્છકાના એક કબીલાના રહેવાસી હતા. 

19 મૃતદેહ મળી આવ્યા

રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશનર સૈયદ મૂસા રજાએ મીડિયાને જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં તરવૈયાઓ અને પાંચ એમ્બ્યુલન્સ અને એક જળ બચાવ વાન સહિત 30 કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં 19 મૃતદેહ મળી આવ્યા છે અને આ તમામ મહિલાઓ છે. અને બાકીના લોકોની પણ શોધ કરી રહ્યા છીએ.

મરનારા લોકોની સંખ્યા હજૂ પણ વધશે

રજાએ કહ્યું કે, ઓવરલોડિંગ અને પાણીના તેજ વહેણના કારણે હોડી પલ્ટી ગઈ. તેમણે કહ્યું કે, કેટલાય અન્ય લોકો પણ હજૂ ગુમ છે. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે આ લોકો લગ્ન સમારંભ બાદ રાજનપુરથી મચ્છા પાછી આવી રહ્યા છે. રજાએ કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. તો વળી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સંવેદના જતાવી છે. શરીફે ટ્વિટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

સ્થાનિક લોકોએ લગભગ 35 લોકોના જીવ બચાવ્યા

આપને જણાવી દઈએ કે, પોલીસે મીડિયાને જણાવ્યું છે કે, સ્થાનિક લોકોએ લગભગ 35 લોકોને બચાવ્યા છે. બાકીના ગુમ લોકોની શોધ હજૂ ચાલું છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડીયે પંજાબના પ્રાંતિય ડિઝાસ્ટર મેનેજમેન્ટે 15થી 17 જૂલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરીને પાણીમાં ન જવાની અપીલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ