PM Kisan Yojana: PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. આ યોજનાના અમુક લાભાર્થીઓને 15માં હપ્તાના પૈસા સીધા ખાતામાં ન પણ આવી શકે. જાણો આ યોજનાને લઈને શું છે અપડેટ....
કિસાન યોજનાના લાભાર્થીઓ ખાસ વાંચો
15માં હપ્તાના પૈસાને લઈને જાણીલો શું છે અપડેટ
આવા લોકોને ખાતામાં સીધા નહીં આવે પૈસા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને તે ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જે ગરીબ વર્ગથી આવે છે અથવા તો જરૂરીયાતમંદ છે. આ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયા આપવામાં આવે છે.
આ પ્રકારના ખેડૂતોને બેંક ખાતામાં સીધા વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે. જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આ હપ્તાનો લાભ લઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કો અમુક ભૂલોને કારણે તમને પૈસા ન પણ મળી શકે. જાણો તેના વિશે...
આ ભૂલોના કારણે નહીં મળી શકે પૈસા
ઈ-કેવાયસી
પહેલી ભૂલ એ કે જો યોજના સાથે જોડાયેલા ખેડૂતે નક્કી સમય સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો નિયમ હેઠળ લાભ લેવા માટે આ સૌથી જરૂરી કામ છે. જેને તમારે કરવાવું પડશે. ઘણા ખેડૂત આ નથી કરાવતા અને પછી તેમના પૈસા અટકી જાય છે.
જમીન માપણી
આ યોજના સાથે જોડાયેલા દરેક લાભાર્થીઓએ ભૂ ચકાસણી જરૂર કરાવવી પડે છે. જો ખેડૂતનું આ કામ પુરી નથી તો તો તે હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.
ફોર્મમાં વિગતો ખોટી ભરવી
પીએમ કિસાન યોજના હેઠળ તે ખેડૂતોના હપ્તા પણ અટકી શકે છે જેમની ફોર્મ અરજીમાં કોઈ ભુલ હોય. જેન્ડર ખોટુ લખ્યું હોય. નામ ખોટુ લખ્યું હોય કે અંગ્રેજીની જગ્યા પર હિંદીમાં નામ ભર્યું હોય. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન કર્યું હોય. વગેરે જેવી ભુલોના કારણે પણ પૈસા તમારા ખાતામાં નહીં આવે.