બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / વડોદરા / 14 people lost their lives in 5 accidents in Gujarat on Wednesday

ગોઝારો બુધવાર / 14ના મોતથી હાહાકાર! 5 અકસ્માતથી ગુજરાત કમકમી ઉઠ્યું, જુઓ ક્યાં કેવી રીતે થયા એક્સિડન્ટ

Vishal Khamar

Last Updated: 02:23 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે 5 અલગ-અલગ સ્થળ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ખેડા,બનાસકાંઠા,દ્વારકા,દહેગામ અને અમદાવાદમાં અકસ્માત થયા છે. આ અકસ્માતોમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર નડિયાદ નજીક કાર અને ટ્રેલરનો ગોઝારો અકસ્માત થયો છે. બપોરે 2 કલાકને 30 મીનિટ આસપાસ ટેક્નિકલ ખામીથી મહારાષ્ટ્ર પાર્સિંગનું ટ્રેલર હાઈવેની ડાબી સાઈડમાં પાર્ક હતું. જેની પાછળ પુરપાટ ઝડપે વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કાર અથડાતા અકસ્માત થયો. અકસ્માતને લઈ ક્લેક્ટર, પોલીસ, મેડિકલ ટીમ અને હાઈવેની પેટ્રોલિંગ ટીમ પહોંચી હતી. અકસ્માતમાં ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ક્રેનની મદદ લેવાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનું ઘટના સ્થળે અને બે ઈજાગ્રસ્તોનું સારવાર દરમિયાન મૃત્યું થયુ છે. જેમાં એક મહિલા, 5 વર્ષની બાળકી અને ડ્રાયવર સહિત 8 પુરુષનો સમાવેશ થાય છે. પોલીસે મૃતકોના ડોક્યુમેન્ટ અને સામાન આધારે પરિવારનો સંપર્ક કર્યો છે. જેમાંથી 8 લોકોની ઓળખ કરવામાં આવી છે. મોટા ભાગના મૃતકો વડોદરા અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યુનુંસાર અર્ટિગા કારએ અમદાવાદના વ્યક્તિની છે. જેનો સંપર્ક કરાયો છે. પોલીસે હાલ મૃતકોના પરિવારનો સંપર્ક અને કાયદાકીય કાર્યવાહી માટે અલગ-અલગ ટીમ બનાવી છે.

અમદાવાદ જેવા મોટા શહેરોમાં નાગરિકોનો જીવ કેટલો સસ્તો છે તેના પૂરાવા રૂપે એક CCTV સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં નિવૃત્તિના આરે પહોંચેલા નાગરિકનું મોત થયું છે. સાયન્સ સિટિની ગુલાબ રેસીડેન્સી પાસે રોડ પર જઈ રહેલા ઈન્દ્રવદનભાઈ વ્યાસનું મોત થયું છે. સામેથી આવતી ગાડીની LED લાઈટથી બાઈક ચલાવનારા ઈન્દ્રવદનભાઈ અંજાઈ ગ્યા અને રસ્તાની વચ્ચે ઉભેલા ઝાડ સાથે અથડાયા. આ સમયે તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ અને ખૂબ લોહી વહેવાના કારણે તેમનું મોત થયું.  આખી ઘટના CCTVમાં કેદ થઈ છે.

બાઇક પર સવાર બન્ને શિક્ષકમિત્રોના ઘટના સ્થળે મોત
દ્વારકા-પોરબંદર હાઈવે પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને અડફેટે લીધું હતું. ગંભીર અકસ્માતમાં બે ના ઘટનાં સ્થળે મોત થયા હતા. કલ્યાણપુરાનાં બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બંને શિક્ષકમિત્રોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. લાંબા ગામની ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા હતા. વિસાવાડા ગામેથી ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. 

વધુ વાંચોઃ 'રૂપાલા સંભિવત ઉમેદવાર', ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા

બે દિવસ પહેલા બનેલી ઘટનાના CCTV આવ્યા સામે 
દહેગામનાં રખિયાલ પાસે અજાણ્યા વાહન ચાલકની કરતૂત સામે આવી છે. જેમાં બેફામ દોડતી કારે રીક્ષાને મારેલી ટક્કરનાં સીસીટીવી સામે આવ્યા છે. રોંગ સાઈડમાં પૂરપાટ દોડતી કારે રીક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. રખિયાલનો પરિવાર રીક્ષામાં ડભોડા તરફ જતો હતો. બે દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ડભોડા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ