બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Politics heated up again in Rajkot over Paresh Dhanani statement

લોકસભા ચૂંટણી 2024 / 'રૂપાલા સંભિવત ઉમેદવાર', ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા

Vishal Khamar

Last Updated: 07:19 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીએ રૂપાલાને ભાજપનાં સંભવિત ઉમેદવાર કહ્યા હતા. ક્ષત્રિય સમાજનાં વિવાદને લઈને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો. જ્યારે ભાજપે વાતને પાયા વિહોણી ગણાવી હતી. રાજકોટ બેઠક પરથી ધાનાણી અને રૂપાલા આમને સામને છે.

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ આજે પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદે યોજી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. જો કે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ આ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર સવાલો ઉભા થયા છે.

રાજુ ધ્રુવ (પ્રવક્તા ભાજપ)

રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન થયું નથી. તેવામાં આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં રૂપાલાને ભાજપના સંભવિત ઉમેદવાર કહ્યા હતા. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રૂપાલાએ માતૃશક્તિને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમજ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવા આવ્યું છે. જ્યારે પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોસિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને આડેહાથ લીધી હતી.જોકે રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો.

પરેશ ધાનાણી (કોંગ્રેસ ઉમેદવાર રાજકોટ લોકસભા)

વધુ વાંચોઃ તોબા પોકારી જશો! ગુજરાતના આ 5 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગે કરી ધગધગતી આગાહી

સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે
બીજી તરફ આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંભવિત વાતો બધી કોંગ્રેસમાં હોય છે. જ્યારે ભાજપમાં આ પ્રકારની વાતો હોતી નથી. આ બેબુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુની લીડથી જીતશે. તેમજ સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે. રાજુએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ