બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11 thousand fine for flying a kite in this village of Gujarat, Uttarayan has not been celebrated for the last 33 years.

Makar Sankranti 2024 / ગુજરાતના આ ગામમાં પતંગ ચગાવ્યો તો 11 હજારનો દંડ, છેલ્લા 33 વર્ષથી નથી ઉજવાતી ઉત્તરાયણ, કારણ ચોંકાવનારું

Priyakant

Last Updated: 08:47 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2024 Latest News: આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા ગામ વિશે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને આ તહેવાર ઉજવે છે

  • ઉત્તરાયણના દિવસે આ ગામના લોકો નથી ચગાવતા પતંગ 
  • ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 33 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબં
  • ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ 
  • પતંગ નહિ પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને ઉજવે છે તહેવાર

Makar Sankranti 2024 : ઉત્તરાયણના પર્વને લઈ આજે વહેલી સવારથી જ પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા છે. હવે જો તમને કોઈ એવું કહે કે, એક ગામમાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા તો તમને કેવું થાય કે કેમ એવું હશે ? આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા ગામ વિશે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને આ તહેવાર ઉજવે છે. જોકે આની પાછળ પણ એક દુ:ખદ ઘટના હોવાનું કહેવાય છે. આ સાથે જો ઉત્તરાયણના દિવસે ગામમાં કોઈ પતંગ ચગાવે તો તેમને દંડ ફટકારવામાં આવે છે. 
 
જાણો શું છે કારણ ? 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 33 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. અહીં એક વાત એવી પણ છે કે, ગામના અનેક ઘરો ઉપર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલા અનેક બાળકોએ પતંગ ચગાવતા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરાયો છે. 

વિગતો મુજબ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી.1996માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. 1991થી ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી. 

વધુ વાંચો: પતંગને ઢીલ આપવી કે દોર ખેંચવી? આજે ઉત્તરાયણના દિવસે પવન કંઇક આવો રહેશે, જાણો શું કહે છે હવામાન

કોઈ પતંગ ચગાવે તો શું થાય ? 
ધાનેરાના ફતેપુરા ગામના લોકો ઉત્તરાયણના દિવસે પતંગથી દૂર રહીને દાનધર્મનું કામ કરે છે. અહી વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે. વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. પરંતુ આ ગામનો એક નિયમ પણ છે. જો કોઈ ઉતરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને 11 હજાર રૂપિયાનો દંડ કરાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ