બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wind will be something like this on Uttarayana day today, know what the weather says

Makar Sankranti 2024 / પતંગને ઢીલ આપવી કે દોર ખેંચવી? આજે ઉત્તરાયણના દિવસે પવન કંઇક આવો રહેશે, જાણો શું કહે છે હવામાન

Priyakant

Last Updated: 12:19 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2024 Latest News: હવામાન વિભાગની આજે કચ્છમાં કોલ્ડવેવની અગાહી, ઠંડીનો ચમકારો પણ અનુભવાશે તો ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાશે

  • પતંગબાજો માટે સારા સમાચાર, હવામાન વિભાગની આગાહી
  • આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ રહેશે સારી
  • પતંગ ચગાવવા અનુકૂળ રહેશે પવન
  • આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે

Makar Sankranti 2024 : આજે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે કે ઉત્તયરાણનો પર્વ. આજે વહેલી સવારથી પતંગ રસિકો ધાબે ચડી ગયા છે. આ દરમિયાન હવે પતંગબાજો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ સારી રહેશે તો પતંગ ચગાવવા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.  

હવામાન વિભાગે આજે ઉતરાયણ પર્વ પર રાજ્યમાં પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઇ છે. જેમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાશે. આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો
ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.  

વધુ વાંચો: સૂકું વાતાવરણ, કોલ્ડવેવની આગાહી..., જાણો આવતીકાલે ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ

ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઃ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ