બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist predicts wind conditions to be normal on Uttarayana day

Makar Sankranti 2024 / સૂકું વાતાવરણ, કોલ્ડવેવની આગાહી..., જાણો આવતીકાલે ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ

Vishal Khamar

Last Updated: 03:37 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં વાતાવરણને લઈ આગાહી કરી છે. તો બીજી તરફ કચ્છમાં કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

  • હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ કરાઈ આગાહી
  • આવતીકાલે કચ્છમાં કોલ્ડવેવની આગાહી
  • આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ આગામી સમય ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. તેમજ આવતીકાલે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. તો ઉત્તર પશ્ચિમ તેમજ ઉત્તરનાં પવન ફૂંકાશે. 

આવતીકાલે પવની ગતિ સામાન્ય રહેવાની આગાહી
આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર હોઈ હવામાન વૈજ્ઞાનિક દ્વારા પતંગ રસિયાઓ માટે નિરાશા જનક સમાચાર આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેવાની હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરી છે. 

 રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો
ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે.  રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઃ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat)માં ઠંડીનું જોર યથાવત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ