બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / વડોદરાના સમાચાર / 10th fail Prince panchal 35 models plane vadodara

ટેલેન્ટ / ધોરણ 10માં તમામ વિષયોમાં નપાસ થયેલ પ્રિન્સે 35 મોડલ પ્લેન બનાવી ચોંકાવી દીધા

Published By: Divyesh

Last Updated: 08:12 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વડોદરાના વૈભવ ઉર્ફે પ્રિન્સ પંચાલે આ કહેવત સાર્થક કરી છે. અભ્યાસક્રમમાં નબળા વિદ્યાર્થી જ્યારે નાપાસ થાય છે ત્યારે હતાશ થાય છે અને કોઈ આવું પગલું ભરી લે છે ત્યારે વડોદરાના પ્રિન્સ પંચાલ આવો વિદ્યાર્થીઓને પ્રેરણારુપ રસ્તો અપનાવ્યો છે. ધોરણ 10માં તમામ વિષયમાં નપાસ થયેલો પ્રિન્સ પંચાલ વિવિધ પ્રકારના નાના વિમાનો બનાવી સફળતા તરફ આગળ વધી રહ્યો છે. દાદાએ આપેલા આ પ્રેમના કારણે આ વિદ્યાર્થી આજે નવી આશાઓ સાથે સંશોધન કરી રહ્યા છે.

  • 10માં ધોરણમાં કંઈ જ લખી શક્યો નહીં એટલે તમામ વિષયમાં ફેલ થયો
  • પ્રિન્સને તેમના દાદાએ નવી પ્રેરણા આપી અને વિમાન બનાવવા માટે તેને કંઇક વિચારવું કહ્યું
  • પ્રિન્સ આજે સફળતાપૂર્વક નાના વિમાનો બનાવીને ઉડાડી રહ્યો છે

રાજ્ય અને દેશમાં અનેક જગ્યાએ અભ્યાસના નબળાં પરિણામોને કારણે વિદ્યાર્થીઓ હતાશાનો ભોગ બને છે ને નિરાશ થઈ કોઈ ખોટો રસ્તો અપનાવી જાય છે. ત્યારે આવા સમયે વડોદરાનો પ્રિન્સ પંચાલ અત્યારે દાખલારૂપ કામ કરી રહ્યો છે. દસમા ધોરણમાં તમામ વિષયમાં નાપાસ થયા પછી પ્રિન્સને તેમના દાદાએ નવી પ્રેરણા આપી અને વિમાન બનાવવા માટે તેને કંઇક વિચારવું કહ્યું. પ્રિન્સ આ દિશામાં કામે લાગ્યો અને એક વર્ષમાં પ્રિન્સે જુદા જુદા ૩૫ જેટલા નાના વિમાનો બનાવ્યા છે. આ વિમાનો બનાવવા માટે પ્રિન્સે ફ્લેક્સ બેનરનું વેસ્ટ બૅનરનું વેસ્ટ મટીરીઅલ તેમજ અલગ-અલગ પ્રકારની મોટરો બેટરીઓ સર્કિટો તેનો ઉપયોગ કર્યો અને વિમાનો બનાવ્યા છે.

આજે પોલીસ પાસે ૩૫ જેટલા નાના વિમાનો છે

જો પરિવારના મોભીઓ બાળકોની સુઝબુઝ અને એની રુચિને સમજે તો બાળકોના સપનાને પણ સાકાર કરી શકાય અને તેમને સાચા અને સારા રસ્તે વાળી પણ શકાય. પ્રિન્સ પંચાલના દાદાએ તેને વિમાન બનાવવા માટે પ્રેરણાથી અને સતત મદદ પણ કરતા રહ્યા છે. આ ઉપરાંત પોલીસે youtube અને ફેસબુક પરથી વિમાન બનાવવાના જુદા જુદા વિડીયો જોયા અને તેના પરથી આઈડિયા લઈ જુદી જુદી જગ્યાએથી waste material ભેગું કરી અને તેને વિમાનનો આકાર આપ્યો. બસ આ જ મહેનત અને લગનના કારણે આજે પોલીસ પાસે ૩૫ જેટલા નાના વિમાનો છે સાથે જ એક ડ્રોન પણ તૈયાર કરી છે. જે પુર જેવી સ્થિતિમાં લોકોને ફ્રૂટ પેકેટ પર પહોંચાડી શકે તેવી તેની કલ્પના છે.

10માં ધોરણમાં કંઈ જ લખી શક્યો નહીં એટલે તમામ વિષયમાં ફેલ થયો

10મા ધોરણમાં અભ્યાસ દરમિયાન શિક્ષકથી ખૂબ જ ગભરાતો પ્રિન્સ પરીક્ષામાં કંઈ જ લખી શક્યો નહીં. તમામ વિષયમાં ફેલ થયો. જોકે આ ગભરુ પ્રિન્સ વિમાન ઉડાડવામાં એકદમ બહાદુર છે. વિમાન બનાવવાની દિશામાં ગંભીરતાથી આગળ વધી રહ્યો છે. પોતાની કોઠાસૂઝ અને દાદાના સહકારથી આકાશમાં ઉડાન ભરવા માટે પ્રિન્સ સતત કામ કરી રહ્યો છે. જોકે તેને યોગ્ય જગ્યાએ ટ્રેનિંગ મળે તો બે સીટ વાળું વિમાન બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ઉડાડવું છે અને દેશ-વિદેશના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો દેખાડવાનું સપનું છે.

રસ-રુચિના વિષયમાં તેમને આગળ વધારવા માટે પ્રિન્સ એક સુંદર ઉદાહરણ

એરોનોટિકલનો પોલીસને બિલકુલ અભ્યાસ નથી. જોકે તેની કોઠાસૂઝ અને તેના ક્રિએટિવ મગજના કારણે ધોરણ 10માં અસફળ રહેલો પ્રિન્સ આજે સફળતાપૂર્વક નાના વિમાનો બનાવીને સફળતા પૂર્વક નાના વિમાનો બનાવીને ઉડાડી રહ્યો છે. ત્યારે અનેક લોકો તેની આ આવડતને વખાણી રહ્યા છે. ઉપરાંત તેની કોઠાસૂઝને યોગ્ય રીતે સરકારમાંથી સપોર્ટ મળે તો પ્રીત આગળ જતા દેશ માટે ખૂબ જ કામ કરી શકે તેમ છે. જેના કારણે પોલીસની મદદ અનેક લોકો આવી રહ્યા છે. અભ્યાસના પરિણામો પર માત્ર લેખાજોખા કરવાના બદલે બાળકોના રસ-રુચિના વિષયમાં તેમને આગળ વધારવા માટે પ્રિન્સ એક સુંદર ઉદાહરણ હોવાનું લોકો માની રહ્યા છે.

પ્રિન્સને હવે જરૂર છે માત્ર થોડાક સપોર્ટની

પ્રિન્સ પાસે પાસે હજુ તો વ્યવહારીક જ્ઞાન નથી પરંતુ તેના દાદાની પ્રેરણાથી આજે પ્રિન્સ ૩૫ જેટલા વિમાનો બનાવી ચુક્યો છે અને આ ક્ષેત્રમાં સફળતાની ઉડાન ભરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. પ્રિન્સને હવે જરૂર છે માત્ર થોડાક સપોર્ટની એ પછી સરકારી હોય કે ખાનગી કંપનીઓ આવા હોનર કિશોરને જો મદદ કરશે તો પ્રિન્સ ચોક્કસ આ દિશામાં સફળતા મેળવી શકશે. સમાજમાં દાખલારૂપ પ્રિન્સ અને તેના દાદાને VTVની ખુબ ખુબ શુભેચ્છા...

સંકળાયેલા મુદ્દાઓ

Prince panchal models plane vadodara ગુજરાત મોડલ પ્લેન વડોદરા talent

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ