ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 103.02% rainfall in Gujarat

ગુજરાત / છેલ્લા એક મહિનામાં મેઘરાજાએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીમાં 103.02% વરસાદ

Published By: Vishal

Last Updated: 12:20 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. જ્યારે આ વર્ષે મેઘરાજાએ રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે રાજ્યમાં સિઝનનો 103.02 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

ગઇ રાત્રે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 11.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સપ્ટેમ્બર માસમાં સરેરાશ રાજ્યમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો 103.02 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 2 તાલુકા છે. તો 10થી 20 ઈંચ વરસાદ થયો હોય તેવા 55 તાલુકા છે. તો 20થી 39.37 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 135 તાલુકા છે. આ તરફ 59 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ થયો છે. જ્યારે સિઝનનો વરસાદ ક્યાં કેટલો પડ્યો તેના પર નજર કરીએ તો, ડાંગમાં 103%, વલસાડમાં 114%, નવાસારીમાં 105%, સુરતમાં 116%, તાપીમાં 104%, નર્મદામાં 123%, ભરૂચમાં 141%, ભાવનગરમાં 101%, જામનગરમાં 109%, સુરેન્દ્રનગરમાં 104%, વડોદરામાં 101%, આણંદમાં 103%, પંચમહાલમાં 113%, છોટાઉદેપુરમાં 141%, અને કચ્છમાં 125% વરસાદ નોંધાયો છે.

જ્યારે જ્યારે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે છેલ્લા એક મહિનામાં વરસાદનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. તો હજુ મેઘરાજાની મહેર યથાવત છે જેથી વરસાદથી આંકડામાં વધારો થઇ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Monsoon Weather gujarat વરસાદ Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ