બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / 1000-government-employees-salaries-have-been-stopped-in-gujarat

NULL / 1000 સરકાર કર્મચારીઓનો પગાર અટકાવાયો મિલકતની વિગત નહીં આપનાર સામે કાર્યવાહી

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓનો પગાર અટકાવવાનો પ્રથમ પ્રયાસ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના સેવા નિયમો મજુબ ગુજરાત સરકારના કર્મચારીઓએ દર વર્ષે મિલકત જાહેર કરવાની હોય છે. જેની સમય મર્યાદા માર્ચ 2018 હોવા છતાં મિલકત જાહેર કરવામાં બાબુઓએ વિલંબ કર્યો છે.

જેના પગલે રાજ્ય સરકારે 1000 જેટલા સરકારી બાબુઓનો પગાર અટકાવી દીધો છે. સરકારી બાબુઓએ આ બાબતે ઉદાસીનતા દાખવતા રાજ્ય સરકારને આકડક પગલું લેવાની ફરજ પડી છે. ગુજરાત સરકારે સ્થાવર અને જંગમ મિલકત દર્શાવવા ક્લાસ વન અને ટુના અધિકારીઓને ફરમાન આપી દેવામાં આવ્યુ હતું. ખાસ કરીને મહેસૂલ શિક્ષણ અને પોલીસ વિભાગના સૌથી વધુ કર્મચારીઓનો પગાર અટકાવી દેવાયો છે.

અધિકારીઓએ સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા માટે ચોક્કસ પ્રકારનું ફોર્મ પણ ભરવાનું હોય છે. આ ફોર્મમાં આવક જમીન સહિતની સ્થાવર અને જંગમ મિલકતનો હિસાબ રજૂ કરવાનો હોય છે. પણ સરકારી બાબુઓ આ આદેશને ઘોળીને પી જતાં તેમનો એપ્રિલ 2018નો પગાર અટકાવી દેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ