બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / 10 MLA un happy in maharashtra bjp claims ncp cheif

દાવો / મહારાષ્ટ્રના રાજકારણથી એવા આવ્યા સમાચાર કે ભાજપમાં ભૂકંપ સર્જાશે, NCP નેતાએ કર્યો મોટો દાવો

Published By: Divyesh

Last Updated: 02:32 PM, 17 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના NCP અધ્યક્ષ અને ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે રાજ્યમાં ભાજપના 10થી વધારે ધારાસભ્યો નાખૂશ છે. આ ધારાસભ્યોને ભવિષ્યમાં NCPમાં સામેલ કરવામાં પર નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર NCP શિવસેના, કોંગ્રેસની મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે. જેમાં કોંગ્રેસ ત્રીજી સહયોગી પાર્ટી છે. રાજ્યમાં ભાજપ વિપક્ષી દળ છે.

  • મહારાષ્ટ્રમાં ભાજપના 10 ધારાસભ્યો નારાજ હોવાનો દાવો
  • રાજ્યના  NCP અધ્યક્ષ નેતા જયંત પાટિલે દાવો કર્યો

જયંત પાટિલે મીડિયાને જણાવ્યું છે કે 'ભાજપના 10થી વધારે ધારાસભ્યો અસંતુષ્ટ છે. તેઓ પાર્ટીની વ્યવસ્થાથી પરેશાન છે. પાર્ટીના નારાજ ધારાસભ્યોએ આ અંગે ઘણી વખત અમારી પાસે રજૂઆત કરી છે. જેને લઇને ભવિષ્યમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.'

જળ સંસાધન મંત્રી પાટિલે જનસુરાજ્ય પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને NCPમાં સમાવેશ કર્યા બાદ આ અંગે જણાવ્યું હતું. હાલના દિવસોમાં ભાજપના કદાવર નેતા એકનાથ ખડસે અને જયસિંહ ગાયકવાડે ભગવો રંગ છોડી દીધો હતો અને NCPમાં સામેલ થયા હતા. 

બીજી તરફ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે NCPને પશ્ચિમી મહારાષ્ટ્રમાં પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. ત્યાં પાર્ટીનો પ્રભાવ છે. ત્યારબાદ અજીત પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો વિપક્ષનો કોઇપણ ધારાસભ્ય રાજીનામું આપી NCP, શિવસેના કે કોંગ્રેસમાં સામેલ થાય છે તો અન્ય બે પાર્ટી, ભાજપ સામે તેમના ઉમેદવારને સમર્થન કરશે. 

અજિત પવારે કહ્યું આ સ્વભાવિક છે કે ભાજપ રાજીનામું આપી બીજી પાર્ટીઓમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઉતારે. એવામાં MVAના બે સંઘટક ચૂંટણીમાં એ ઉમેદવારને મદદ કરશે. તેના માટે પ્રચાર કરશે. પવારે આગળ જણાવ્યું કે જ્યારે તીન મહા વિકાસ અઘાડીના ત્રણ પક્ષ એકસાથે આવે છે તો રાજીનામું આપનાર ધારાસભ્ય બીજી વખત જીતવામાં કોઇ પરેશાની ન રહે. 

ઉલ્લેખનીય છે કે 288વાળી મહારાષ્ટ્રમાં MVAના 169 ધારાસભ્યો છે. જેમાં શિવસેનાના 57, NCPના 53 અને કોંગ્રેસના 44 જ્યારે અન્ય દળના 15 ધારાસભ્યો છે. વિપક્ષી દળ NDAમાં 114 સભ્ય છે. જેમાં સૌથી વધારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP MLA Maharashtra NCP એનસીપી ધારાસભ્ય ભાજપ મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ