બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / 10 inches in Junagadh, 8 inches in Sutrapada and 6 inches in Veraval

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર / જૂનાગઢમાં 10 ઇંચ, સૂત્રાપાડામાં 8 ઇંચ તો વેરાવળમાં 6 ઇંચ, અત્ર-તત્ર-સર્વત્ર મેઘમહેર થતા સૌરાષ્ટ્ર પાણી-પાણી

Priyakant

Last Updated: 11:20 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain In Saurashtra News: જૂનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો, નદી-નાળા અને ઝરણાં વહેતા થયા, ક્યાંક મકાન તો ક્યાંક ખેતરો થયા જળમગ્ન

  • સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ 
  • ક્યાંક મકાન તો ક્યાંક ખેતરો થયા જળમગ્ન
  • ગિરનાર પર્વત પરના ધોધ જીવંત બન્યા

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ જૂનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈ નદી-નાળા અને ઝરણાં વહેતા થયા છે. આ તરફ ગિરનાર પર્વત પરના ધોધ જીવંત બન્યા છે.

જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યો છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. 

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ 
સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની સ્થિતિ વચ્ચે જુનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વેરાવળમાં 6 ઇંચ, સુત્રાપાડા 8 ઇંચ, કોડીનારમાં 3.5 ઇંચ, અમરેલી શહેરમાં 3 ઇંચ, ગ્રામ્ય વિસ્તારમાં 4થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટા, ધોરાજીમાં 6 ઇંચ અને જેતપુર, ગોંડલમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ તાલાલા પંથકમાં 2 ઇંચ, ચોટીલામાં 4 ઇંચ વરસ્યો છે. આ સાથે ઉનામાં 5 ઇંચ, વિસાવદરમાં 8 ઇંચ અને મહુવામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ નદી-નાળા છલકાઈ ગયા છે. આ તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 
 
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. આ તરફ ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. 

જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો હોવાનું સામે આવ્યું છે. તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.જેને લઈ વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદરના પીપલાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.  જૂનાગઢમાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ હવે યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ