બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1 thousand 454 vacancies in 6 main government medical colleges of Gujarat
ADVERTISEMENT
ગઈ કાલે વિધાનસભામાં રાજ્યમા શિક્ષકોની ઘટનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ આજે મેડિકલ કોલેજમાં સ્ટાફ અછતને લઈ આંકડા બહાર આવ્યા છે. જેમાં ગુજરાતની 6 મુખ્ય સરકારી મેડિકલ કોલેજમાં સ્ટાફની કમી સામે ઝઝૂમી રહી છે. વર્ગ 1, 2 અને 3ની 2 હજાર 353 જગ્યાઓ ભરાયેલી છે જેની સામે 6 મેડિકલ કોલેજમાં 1 હજાર 454 જગ્યાઓ તો ખાલી પડી છે. એમાંય
ભરાયેલી જગ્યાઓમાંથી 271 જગ્યાઓ કરાર આધારીત છે તેમજ 180 જગ્યાઓ ફિક્સ પગારથી ભરાયેલી છે.
બી.જે મેડિકલ કોલેજમાં જ કુલ 238 જગ્યા ખાલી
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં 238 જગ્યા ખાલી છે.બી.જે મેડિકલ કોલેજમાં 884 મંજૂર મહેકમ છે.બી.જે મેડિકલમાં વર્ગ-1થી વર્ગ-4 સુધીની કુલ 238 જગ્યા ખાલી છે.જ્યારે બી.જે મેડિકલ કોલેજમાં 646 જગ્યા ભરાયેલી છે.જેમાં કરાર આધારિત 44 જગ્યા અને ફિક્સ પગાર આધારિત 54 જગ્યા ભરાયેલી છે.ધારાસભ્ય હિમતસિંહ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે.
ADVERTISEMENT

રાજ્યમાં કુલ 28212 શિક્ષક-આચાર્યની જગ્યા ખાલી
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો, પ્રાથમિક શાળામાં 16318 શિક્ષકનો જગ્યા ખાલી છે જ્યારે આચાર્યની 1028 જગ્યાઓ ખાલી છે. માધ્યમિકમાં 730 શિક્ષકોની જગ્યા ખાલી છે તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં 756 શિક્ષકની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 શિક્ષકની જગ્યા ખાલી છે જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 2547 શિક્ષકની જગ્યા ખાલી છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498 શિક્ષકની જગ્યા ખાલી છે. આમ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં કુલ 28212 શિક્ષક અને આચાર્યની જગ્યા ખાલી પડેલી હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
સરકારી કોલેજોમાં પણ જગ્યા ખાલી
ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે શિક્ષક તો જોઇએ જ. ભલે હાઇટેક અને સ્માર્ટ યુગ થઇ ગયો હોય પરંતુ શિક્ષક વિના વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે. રાજ્યની સરકારી આટ્સ, કોમર્સ, અને સાયન્સ કોલેજમાં પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કુલ 105 સરકારી કોલેજ છે જેમાં કુલ 1 હજાર 78 જગ્યા ખાલીઓ ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્યના મહીસાગર, વડોદરા, મોરબી, જિલ્લામાં તો એક પણ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોલેજ નથી.
પંચાયત વિભાગમાં કેટલી જગ્યા ખાલી?
વિધાનસભામાં રાજ્ય સરકારે પંચાયતોમાં કર્મચારીઓની ઘટ અંગે માહિતી આપી છે. જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4ના કર્મીની 55 ટકા ઘટ હાલમાં છાલી રહી છે. જેમાં જીલ્લા પંચાયતોમા 143 જગ્યાઓ વર્ગ 1 જગ્યાઓની ખાલી છે. વર્ગ-2ની 355 જગ્યા ભરાઈ, 299 જગ્યાઓ ખાલી, વર્ગ-૩ની 2208 જગ્યા ભરાઈ, 3158 જગ્યાઓ હજુ ખાલી, વર્ગ-4ની 481 જગ્યા ભરાયેલી, 3385 જગ્યાઓ ખાલી છે. સરકારે સત્તાવાર જવાબમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં મામલતદાર સંવર્ગની 73 જગ્યાઓ ખાલી
ADVERTISEMENT
મહેસૂલ વિભાગમાં હજુ પણ 108 જગ્યાઓ ખાલી
ADVERTISEMENT
રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ 2 ની 315 જગ્યાઓ ખાલી
ગુજરાતમાં સરકારી આંકડા મુજબ બેરોજગાર કેટલા?
ગાંધીનગર વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો,. જેનો સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે. તે બાદ માર્ગ અને મકાન વિભાગમાં ખાલી જગ્યાને લઈનને થયેલા સવાલના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.