બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1 day remand of 3 policemen granted in Ahmedabad Sola police vandalism, 60 thousand was extorted from the couple
Last Updated: 07:52 PM, 28 August 2023
ADVERTISEMENT
અમદાવાદમાં વેપારી પાસેથી તોડ કરનાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી છે.. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેમાં સોલા પોલીસે 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સત્તાનો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી
સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓ છે. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી રૂપિયા 60 હજાર પડાવી લીધા હતા. જે ગુનામાં સોલા પોલીસે સત્તાનો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમનો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામા આવ્યો
ઝડપાયેલા 3 આરોપીમાંથી બે આરોપી મુકેશ ચૌધરી અને અશોક ચૌધરી પોલીસ કર્મચારી છે. જે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકના સ્પિડ ગન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. આ પોલીસ કર્મચારીઓ પોતાની સત્તા નો દુરઉપયોગ કરી રૂપિયા પડાવ્યા હોવાથી આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમનો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામા આવ્યો છે. મુકેશ ભાઈ ચૌધરી 2016 માં પોલીસ વિભાગ ભરતી થયા હતા. અશોક ચૌધરી 2017મા ભરતી થયા છે. અને બન્નેનું પહેલું પોસ્ટિંગ હતું.. ત્યારે ઝડપાયેલા આરોપી અગાઉ કોઈ ગુનામાં સપડાયા છે કે કેમ અને અગાઉ કોઈની પાસે રૂપિયા પડાવ્યા છે કેમ તેની તપાસ શરૂ કરી છે.
ઝડપાયેલા પોલીસ કર્મીએ અગાઉ પણ તોડ કર્યા હોવાની શંકા
મહત્વનું છે કે ઝડપાયેલા પોલીસ કર્મી એ પોલીસ યુનિફોર્મ અને સરકારી ગાડીનો પણ ગુનામાં ઉપયોગ કર્યો છે. તેથી જ ઝડપાયેલા પોલીસ કર્મીએ અગાઉ પણ તોડ કર્યા હોવાની શંકા છે. સાથે જ 60 હજારમાંથી 5 હજાર ટીઆરબી જવાનને આપ્યા હતા. અને અન્ય રૂપિયા પોતે ભાગ પાડ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
કોર્ટે આવતીકાલ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદનાં એસજી હાઈવે પર તોડ કરનારા પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે ત્રણેય આરોપીઓનાં ગ્રામ્ય કોર્ટે આવતીકાલ સાંજે 5 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.