બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 1 PM 230821

Special News / 1 Click News : વીરપુર યાત્રાધામની વર્ષો જૂની સમસ્યા થઈ દૂર, ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટા સમાચાર

Published By: Kiran

Last Updated: 04:29 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1.સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની વર્ષો જૂની સમસ્યા થઈ હલ

સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની વર્ષો જૂની પાણીની સમસ્યાનો હલ થઈ ગયો છે.વીરપુરના લોકો દ્વારા વર્ષોથી ભાદર-1 ડેમમાંથી વીરપુર માટે સ્વતંત્ર પાણી આપવામાં આવે તેવી માગ કરવામાં આવતી હતી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભાદર-1થી વીરપુર માટેની જૂથ પાણી પૂરવઠા યોજનાની પાણીની લાઈન મંજૂર કરવામાં આવી છે.આ યોજના માટેનું રૂ.7 કરોડનું ટેન્ડર પણ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે યાત્રાધામ વીરપુરમાં દુનિયાભરમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે પાણીની ખુબજ સમસ્યા સામે આવતી હતી હવે આ પાણીની લાઈન નાખવામાં આવશે એટલે વીરપુરની વર્ષો જૂની સમસ્યાનો હલ થશે.

2.દારૂબંધીને પડકારતી અરજી મુદ્દે હાઈકોર્ટનો હુકમ

  • એડવોકેટ જનરલના પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો
  • દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે છે : હાઈકોર્ટ
  • રાઈટ ટુ પ્રાઈવસીના આધારે દારૂબંધીને પડકારતી અરજીઓ HCમાં ટકી શકે
  • એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો
  • AGએ કહ્યું હતું, આ અરજી સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય
  • વ્યકિત પોતાના ઘરમાં શું ખાઈ, પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે: અરજદાર

3.જાતિગત જનગણના મુદ્દે નીતિશ કુમાર સાથે 11 પક્ષોએ કરી PM સાથે મુલાકાત

  • PM સાથે મુલાકાત બાદ   બિહારના CM નીતિશ કુમારનું નિવેદન
  • જાતિગત ગણતરીના પક્ષમાં સમગ્ર બાબતો PM સામે મુકી-નીતિશ કુમાર
  • PM મોદીએ અમારી વાત ધ્યાનથી સાંભળી-નીતિશ કુમાર
  • જાતિગત વસ્તીગણતરીથી સાચી સ્થિતિ સામે આવી શકશે-નીતિશ કુમાર
  • જાતિગત ગણતરીના આધારે યોજનાઓ સારી રીતે બની શકશે-તેજસ્વી યાદવ
  • જાતિગત વસ્તીગણતરી થાય તે જરૂરી-તેજસ્વી
  • તમામ રાજકીયપક્ષોએ જાતિગત વસ્તીગણતરી કરવા માટે અપીલ કરી-તેજસ્વી યાદવ

4.હજુ સુધી કરોડોના દંડની વસૂલાત નહીં

  • કચ્છ ખાણ-ખનીજની ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહીનો મામલો
  • વર્ષ 2018માં ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ.100 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો
  • હજુ સુધી કરોડોના દંડની વસૂલાત નહીં
  • ચાઈનાકલે યુનિટો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી
  • ચાઈનાકલેના 80થી 90 જેટલા યુનિટોને નોટિસ અપાઈ હતી

5. વિધાનસભાની ચૂંટણી નવી ફોર્મુલા તરફ ભાજપ!

  • વિધાનસભાની ચૂંટણી પહેલા સી.આર.પાટીલનું સૂચક નિવેદન
  • અમરેલીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન
  • વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વહેંચણી પણ બોલ્યા પાટીલ
  • 60 વર્ષથી વધુ વયના કાર્યકર્તાને પણ ભાજપ આપશે ટિકિટ  : પાટીલ
  • 60થી વધુ વયનાને ટિકિટ નહીં એ નિર્ણય સ્થાનિક સ્વરાજ પુરતો હતો : પાટીલ
  • સ્થાનિક સ્વરાજમાં ટિકિટ વહેંચણી માટે બનાવ્યા હતા નિયમ : પાટીલ
  • સ્થાનિક સ્વરાજ ચૂંટણી સમયે લીધેલા નિર્ણયને લોકોએ આવકાર્યો : પાટીલ
  • યુવાનોને તક મળતા ભાજપને સારી સફળતા મળી : પાટીલ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ