બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / zydus cadila gets permission for clinical trials of antibodies cocktail to treat covid

મોટા સમાચાર / અમદાવાદની આ કંપનીને મળી ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી, એન્ટીબોડી કોક્ટેલ તૈયાર કરનાર પહેલી ભારતીય કંપની

Dharmishtha

Last Updated: 12:07 PM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ચોથી મોટી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને એન્ટીબોર્ડી કોક્ટેલના ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે.

  • ભારતની પહેલી કંપની મોનોક્લોનલ એન્ટીબોડી આધારિત કોક્ટેલ તૈયાર કર્યુ
  • આ કોક્ટેલ હળવા લક્ષણો વાળા દર્દીની સારવાર માટે છે
  • ઝાયડસની રસી રુમ તાપમાનમાં 4 મહિના સુધી શકે છે

ભારતની પહેલી કંપની મોનોક્લોનલ એન્ટીબોડી આધારિત કોક્ટેલ તૈયાર કર્યુ

હાલમાં જ ઝાયડસ કેડિલાએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે એન્ટીબોડી કોક્ટેલના ટ્રાયલની મંજૂરી માંગી હતી. જણાવી દઈએ કે ઝાયડસ ભારતની એક માત્ર એવી કંપની છે જેને કોરોના દર્દીની સારવાર માટે મોનોક્લોનલ એન્ટીબોડી આધારિત કોક્ટેલ તૈયાર કર્યુ છે. આ કોક્ટેલ હળવા લક્ષણો વાળા દર્દીની સારવાર માટે છે.

આ કોક્ટેલ પ્રાકૃતિક એન્ટીબોડીની કોપી કરે છે 

કંપનીના જણાવ્યાનુંસારા આ 2 મોનોક્લોનલ એન્ટીબોડીનું એક કોક્ટેલ છે જે પ્રાકૃતિક એન્ટીબોડીની કોપી કરે છે અને જે શરીરમાં સંક્રમણ સામે લડવા માટે પૈદા થાય છે. ગત દિવસોમાં ઝાયડસ હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડો. શરવિલ પટેલે જણાવ્યું હતુ કે હાજર સમયમાં આપણે કોરોનાને પહોંચી વળવા માટે વધારે સુરક્ષિત વધારે અસરકાર શોધની જરુર હતી. આ સમયે તે વિકલ્પોની શોધ બહું જરુરી છે જે કોરોના સંક્રમિતોના દર્દ અને સમસ્યાઓને ઓછુ કરી  શકે.

ઝાયડસ કેડિલા સાથે જોડાયેલી મહત્વની બાબતો

ગુજરાતના અમદાવાદમાં સ્થિત ફાર્મા કંપની  ઝાયડસ કેડિલાનું દવા નિમાર્ણ ક્ષેત્રમાં મોટું નામ છે. આ કંપની ZyCoV-D નામથી કોરોના રસી બનાવી રહી છે. જેનું જૂન મહિનામાં પ્રોડક્શન શરુ થવાનું છે. મોટી ઉંમરના લોકો પર ટ્રાયલ પહેલા જ પુરુ થઈ ચૂક્યુ છે અને રસી જલ્દી માર્કેટમાં આવવાની છે. તેમજ બાળકોને કોરોનીથી સુરક્ષા અપાવવાને લઈને અનેક રિસર્ચ ચાલી રહ્યા છે. જેમાં ઝાયડસ કેડિલા આગળ છે. જેમણે પોતાની રસી ZyCoV-Dનું બાળકો પર ટ્રાયલ શરુ કરી દીધુ છે.

ઝાયડસની રસી રુમ તાપમાનમાં 4 મહિના સુધી શકે છે

ઝાયડસ કેડિલાની આ રસીને 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવાની જરુર હોય છે.  પરંતુ 25 ડિગ્રી સેલ્સિયસ પર એટલે કે રુમ તાપમાનમાં 4 મહિના સુધી સ્થિર રહે છે. જે ભારત જેવા દેશ માટે બહું મહત્વપૂર્ણ છે. હાલ ભારતમાં જેટલી પણ કોરોના રસી અપાઈ રહી છે. તેના 2 ડોઝ અપાય છે. પરંતુ ઝાયડસ કેડિલાની રસીના 3 ડોઝ આપવામાં આવશે. એક ડોઝ લગાવ્યાના 1 મહિના બાદ તેનો બીજો ડોઝ લગાવી શકાય છે. તેના ડોઝ લગાવવા ઘણા સરળ છે. કેમ કે આ નીડલ ફ્રી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

antibodies cocktail zydus cadila કોક્ટેલ કોરોના વાયરસ ઝાયડસ કેડિલા રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ