બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારી કારમાં આવશે જબરદસ્ત માઈલેજ, ટાયરમાં કરી લેજો આ નાનકડું કામ
4 ફોટો ગેલેરી
Last Updated: 09:02 PM, 27 September 2025
1/4
શું તમે જાણો છો કે, ટાયર પ્રેશર પર વાહનની એવરેજ, હેન્ડલિંગ અને સુરક્ષા મહત્વનો આધાર રાખે છે? ટાયરમાં યોગ્ય પ્રેશર જાળવવાથી એન્જિન પર લોડ ઘટે છે અને ઇંધણની પણ બચત થાય છે. મોટાભાગે કારમાં 30 થી 35 PSI પ્રેશરને પરફેક્ટ માનવામાં આવે છે. પરંતુ દરેક કારનું પોતાનું ધોરણ અલગ પણ હોઈ શકે છે. જે માહિતી તમને ડ્રાઇવરની બાજુના દરવાજાની ફ્રેમ પર લાગેલા સ્ટીકરમાં કે કારના મેન્યુઅલમાં મળી શકે છે.
2/4
પ્રેશર જો યોગ્ય હોય તો ટાયરનું ઘર્ષણ ઘટે છે જેના કારણે વાહન સ્મૂથ રીતે ચાલે છે. તમારી સવારી સરળ બને છે અને ઇંધણનો વપરાશ ઘટે છે તથા એવરેજ પણ સારી મળે છે. યોગ્ય પ્રેશરનાં કારણે રસ્તા પર વાહન બેલેન્સ અને કંટ્રોલમાં રહે છે. આ સાથે જો પ્રેશર જો યોગ્ય હોય તો ટાયર ઝડપથી ઘસાતા નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે.
3/4
4/4
ટાયરમાં યોગ્ય પ્રેશર ના હોય તો ટાયર ઝડપથી ઘસાઈ જાય છે, એવરેજ ઘટે છે અને ગ્રીપ તથા બ્રેકિંગ બંનેને નુકસાન થાય છે. આ સિવાય વધારે પ્રેશર હોય તો ટાયર ફાટવાનું જોખમ વધે છે જેમાં કાર ઉછળવા લાગે છે અને ટાયર વચ્ચેથી ઝડપથી ઘસાઈ જાય છે. આથી નિયમિતપણે ટાયર પ્રેશર તપાસવું ખુબ જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / વૃષભ અને સિંહ રાશિને શીખવાની નવી તકો મળશે, લાભ મળી શકે છે, સાપ્તાહિક રાશિફળ વાંચો.
ટોપ સ્ટોરીઝ