બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / young people getting mafld cirrhosis liver disease symptoms

હેલ્થ / ફાસ્ટ ફૂડ અને કોલ્ડડ્રિંક્સના કારણે લોકોમાં ફેલાઈ રહી છે લીવરની આ બીમારી, જાણો શું છે લક્ષણ

Manisha Jogi

Last Updated: 11:51 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાઓમાં એક ‘સાઈલેન્ટ કિલર’ બિમારી ફેલાઈ રહી છે. લીવરમાં ફેટ જમા થવી કહી શકાય છે. દર ત્રણમાંથી એક યુવક આ બિમારીથી પીડાઈ રહ્યો છે. બ્રશ કરવાથી આ બિમારીના લક્ષણો જોવા મળી શકે છે.

  • યુવાઓમાં ‘સાઈલેન્ટ કિલર’ બિમારી ફેલાઈ રહી છે
  • દર ત્રણમાંથી એક યુવક આ બિમારીથી પીડાઈ રહ્યો છે 
  • બ્રશ કરવાથી આ બિમારીના લક્ષણો જોવા મળી શકે છે

યુવાઓમાં એક ‘સાઈલેન્ટ કિલર’ બિમારી ફેલાઈ રહી છે. આ બિમારીનું નામ ‘મેટાબોલિક એસોસિએટેડ ફેટી લિવર ડિસીઝ (MAFLD)’ છે. સરળ ભાષામાં કહીએ તો તેને લીવરમાં ફેટ જમા થવી કહી શકાય છે. દર ત્રણમાંથી એક યુવક આ બિમારીથી પીડાઈ રહ્યો છે. બ્રશ કરવાથી આ બિમારીના લક્ષણો જોવા મળી શકે છે. 

યુવાઓ વધુ માત્રામાં ફાસ્ટ પૂડ, કોલ્ડ્રિંક્સનું સેવન કરી રહ્યા છે, જેના કારણે MAFLD બિમારી થઈ રહી છે. આ બિમારીનો ઈલાજ કરવામાં ના આવે તો તેના ગંભીર પરિણામ મળી શકે છે, જેથી આ બિમારી ખૂબ જ ગંભીર છે. MAFLD વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ હોય છે, આ કારણોસર દર્દીઓને લાંબા સમય સુધી આ બિમારી વિશે જાણી શકાતું નથી. 

લીવર સિરોસિસ થવાનું જોખમ
MAFLD બિમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો લીવર સિરોસિસ થઈ શકે છે. વધુ સમય સુધી લીવરને નુકસાન થાય તો તેનો ઈલાજ કરવામાં આવતો નથી. આ કારણોસર લીવર સિરોસિસ થાય છે. આ દરમિયાન લીવર કામ કરે છે, પરંતુ લીવર કોઈપણ સમયે કામ કરવાનું બંધ કરી શકે છે. 

આ બિમારીના લક્ષણો કેવી રીતે જાણી શકાય?
બ્રશ કરતા સમયે પેઢામાંથી લોહી નીકળવું, નાકમાંથી લોહી નીકળવું તે આ બિમારીના મુખ્ય લક્ષણો છે. લીવરને વધુ નુકસાન પહોંચે ત્યારે અન્ય લક્ષણો પણ જોવા મળી શકે છે. જેમ કે, થાક લાગવો, નબળાઈ લાગવી, ભૂખ ઓછી લાગવી, વજન ઓછું થવું, હથળીઓ પર લાલ ચકામા થવા, કમરની ઉપરની બાજુએ કરોળિયા જેવી રક્ત વાહિકાઓ બની જવી. આ તમામ લક્ષણો આ બિમારીના મુખ્ય લક્ષણો છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ