ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / yes bank share plus in stock market

બિઝનેસ / શેરબજાર કોરોનાના ડરથી બહાર આવ્યું, યસ બૅંકના શેરના ભાવમાં ચોંકાવનારો ઉછાળો પરંતુ...

Published By: Intern

Last Updated: 02:33 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વધતા જતાં મામલાના કારણે શેર બજાર પર ખુબ મોટી અસર પડી છે. અને જ્યારે યસ બેંકની ઘટના પણ રોકાણકારોને હેરાન કરી રહી છે. પરંતુ આજે યસ બેંકનો શેર જ એવો દેખાઈ છે જે રોકાણકારનો ડર થોડો દુર કરી શકે છે. અને શેરમાં આજે જંગી વધારો થયો છે.

ADVERTISEMENT

  • યસ બેંકનો શેરમાં જંગી ઉછાળો
  • બજારમાં શેરનો ભાવ આટલો બધો વધતા સનસની
  • 3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં

 

યસ બેંકના શેરમાં મોટો ઉછાળો

યસ બેંક ગત દિવસોમાં સંકટમાં જોવા મળી હતી અને યસ બેંકનો 16.60 રૂપિયાએ પહોચી ગયો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં યસ બેંકના શેરમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અને અત્યારે શેર 59.50 પૈસાએ પહોચી ગયો છે. જો કે ગઈ કાલે 37.10 રૂપિયાએ બજાર બંધ થયું હતું અને આ આજે યસ બેંકના શેરના ભાવમાં 59% વધારો જોવા મળી રહ્યો છે.
 

યસ બેન્કના શૅરમાં 58 ટકા સુધીનો ઉછાળો

સરકારે પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક (Yes Bank) ના પુનર્ગઠન (Reconstruction Scheme) ની સૂચના જારી કરી દેવાઇ છે. આ અનુસાર યસ બેન્કના શૅર હોલ્ડર્સ 3 વર્ષ સુધી પોતાના શૅર વેચી શકશે નહીં. જ્યારે કોરોના વાયરસના સંક્રમણ વધવાના ડર સાથે ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જોકે, યસ બેન્કના શૅરમાં 58 ટકા સુધીનો ઉછાળ જોવા મળી રહ્યો છે.

3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં

પુનર્ગઠનમાં એ શરત રાખવામાં આવી છે કે જો તમે યસ બેન્કના 100થી વધારે શૅર ખરીદ્યા છે તો તેમાંથી 75 ટકા ભાગીદારીને 3 વર્ષ માટે લૉક ઇન કરી દેવામાં આવશે, એટલે કે 3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં. 

જોકે, કોઇ રોકાણકાર (Investor) પાસે 100થી ઓછા શૅર છે તો પોતાના પૂર્ણ શૅર વેચી શકશે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં પહેલીવાર આમ પગલુ લેવાયું છે. તેના પગલે 16.18 લાખ શૅર હોલ્ડર્સને નુકશાન ઉઠાવવું પડી શકે છે. તેમાંથી ઘણા લોકો એવા છે જેમની પાસે 100થી વધારે શૅર હોલ્ડર હોઇ શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Yes Bank stock market yes bank crisis યસ બેંક સંકટ શેર બજાર business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ