બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / yeh risha kya kehlata hai actor karan mehra wife nisha rawal accuses him of extra marital affair for the first time

ખુલાસો / યે રિશ્તા ક્યા કહેલાતા હૈના આ એક્ટરની પત્નીએ FIR બાદ કર્યો મોટો ખુલાસો, કહ્યું એક્ટરનું છે અફેર

Published By: Bhushita

Last Updated: 07:36 AM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યે રિશ્તા ક્યા કહેલાતા હૈના એક્ટર કરણ મહેરાની પત્ની નિશા રાવલે એક્ટરના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને ખુલાસો કરતાં કહ્યું કે મારી પાસે સબૂત છે અને અનેક વર્ષોથી મને ટોર્ચર કરવામાં આવી રહી છે.

  • યે રિશ્તા ક્યા કહેલાતા હૈના એક્ટર કરણ મેહરાનો અસલી ચહેરો
  • પત્ની નિશા રાવલે કર્યો મોટો ખુલાસો
  • કરણ મહેરાના અફેરને લઈને કર્યો મોટો દાવો

લોકપ્રિય ધારાવાહિક યે રિશ્તા ક્યા કહેલાતા હૈના એક્ટર કરણ મહેરા પોતાના લગ્ન જીવનમાં આવેલી ઉથલ પાથલના કારણે ચર્ચામાં છે. કરણ મહેરા પર તેમની પત્ની નિશા રાવલે ઘરેલૂ હિંસાના આરાપો લગાવ્યા છે. જેના કારણે સોમવારે રાતે કરણની ધરપકડ કરાઈ હતી પણ મંગળવારે સવારે તેને જમાનત મળી હતી. નઇશાએ પહેલી વાર આ બાબતે વાત કરી અને એક્ટર પર આરોપ લગાવ્યા છે.  


કરણ નથી લઈ રહ્યો બાળકોની જવાબદારી પણ
નિશા રાવલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે અનેક વર્ષોથી તે એટલા માટે ચૂપ હતી કે કલાકારને માટે તેની કરિયર અને છબિ ખાસ હોય છે. આ વાતનું ધ્યાન રાખવા છતાં તેની સાથે એવું થયું છે. નિશા કહે છે કે આ ચોક્કસ રીતે એકસ્ટ્રા મેરિટલ અફેર છે. મેં મારા લગ્નને બચાવવાની કોશિશ કરી પણ તે બાળકોની જવાબદારી લેવા પણ તૈયાર નથી. અનેક વર્ષોથી મને એબ્યુઝ કરાય છે પણ મેં ફરિયાદ કરી નથી. હવે મારી પાસે સબૂત છે અને નિશાએ એમ પણ કહ્યું છે કે કરણની વિરોધમાં કેસ કરવો એ સરળ નથી. તે વારેઘડી માફી માંગી લે છે અને ફરી આવું નહીં થાય તેમ કહી દે છે. આ વખતે મેં મારા માટે લડવાનો નિર્ણય લીધો છે. 

 

શું કહ્યું એકસ્ટ્રા મેરિટલ અફેરને લઈને નિશાએ
નિશાએ કરણના એકસ્ટ્રા મેરિટલ અફેરને લઈને કહ્યું કે તેમને થોડા મહિના પહેલા કરણના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. તે મહિલાએ મોકલેલા મેસેજ તેણે પોતે વાચ્યા અને જોયા હતા. મેં કરણને કહ્યું પણ ખરું કે તમારે લગ્ન નથી રાખવા તો કોઈ વાત નહીં. નિશાએ કહ્યું કે તે કરણના માતાપિતાને મળવા નોઈડા પણ ગઈ હતી. મેં પરિવાર અને દોસ્તોની સામે વાત છૂપાવી કારણ કે હું મારા લગ્નને બચાવીને રાખવા ઈચ્છચી હતી. નિશાએ કહ્યું કે એક મહિના પહેલા તે અલગ રહેવા રાજી પણ થયા હતા. અને મેં મારા કામની શોધ પણ શરૂ કરી હતી. મારા બાળકોની પરવરિશ માટે હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. 

Photo source_ https://www.facebook.com/realkaranmehra/photos/2808833069359909

સંકળાયેલા મુદ્દાઓ

extra marital affair karan mehra nisha rawal yeh risha kya kehlata hai અફેર કરણ મહેરા ટેલિવૂડ ન્યૂઝ નિશા રાવલ karan mehra wife nisha rawal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ