બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રિલેશનશિપ / 'YE RISHTA KYA KEHLATA HAI' fame karan mehra make allegation on her wife nisha that since 11 month other male living in his house

રિલેશનશિપ / 11 મહિનાથી કોઈ પરપુરૂષ મારા ઘરમાં છે... 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલના કલાકારે પત્ની પર લગાવ્યો ગંભીર આરોપ

Published By: Mayur

Last Updated: 11:30 AM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' શો થી પોપ્યુલરીટી મેળવનારા એક્ટર કરણ મેહરાના અંગત જીવનમાં ઘણા સમયથી ઉથલ-પાથલ ચાલી રહી છે.પરંતુ હવે કરણ મહેરાએ પોતાની ચૂપ્પી તોડી છે.

  • કરન મહેરા એટલે કે 'યે રિશ્તા..' નો નૈતિક ઘરમાં ઘરમાં છે જાણીતો
  • કરન મહેરા હાલ અંગત જીવનમાં કરી રહ્યો છે પરેશાની નો સામનો
  • પત્ની નિશા રાવલ પર લગાવ્યા છે ગંભીર આક્ષેપો

કરણ મેહરા ઉપર તેની પત્નીએ કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેના પછી કરણે તે સમયે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જ કરણ મહેરાએ પત્ની નિશા રાવલના બધા આરોપોનો સદંતર અસ્વીકાર કર્યો છે. જ્યારે તેણે પત્ની નિશા પર દગો દેવાનો આરોપ લગાવ્યો છે. કરણ મહેરાનું કહેવું છે કે નિશાએ પોતે જ કેટલીક વાતોનો સ્વીકાર કર્યો છે, જેને જ્યારે તે કહી રહ્યો હતો તો લોકો સાચું નહોતા માનતા. તેણે કહ્યું કે તેની પત્નીએ તેને દગો આપ્યો. એટલું જ નહીં 11 મહીનાથી કોઈ બીજો વ્યક્તિ તેના ઘરમાં રહે છે.

'11 મહીનાથી બીજો વ્યક્તિ મારા ઘરમાં ઘુસેલો છે':  કરણ મહેરા 

હાલમાં જ એક્ટર કરણ મહેરાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેના અફેરની વાતો તેણે પોતે જ સ્વીકારી છે, અફેર પછી પણ મેં તેને ઘરમાં આવવા દીધી હતી. આજે પણ એક પરપુરુષ મારા ઘરમાં રહી રહ્યો છે. પાછલા 11 મહીનાથી તે વ્યક્તિ મારા ઘરમાં રહી રહ્યો છે. તે પોતાના બાળકો-પત્નીને છોડીને મારા ઘરમાં ઘુસી ગયો છે. આ બધી વસ્તુઓ હવે લોકો જોઈ રહ્યા છે. એવામાં હું પોતાની લડાઈ લડી રહ્યો છું.'

કરણ મહેરા બોલ્યો, 'મારો વ્યવસાય પણ પડાવી લીધો'

કરણે આગળ કહ્યું, 'હું આ લડાઈ લડતો રહીશ, તેની બેવફાઈને સાબિત કરીને રહીશ. તેઓએ મળીને મારા ઘરમાંથી મને બહાર નિકાળ્યો, મારી 20 વર્ષની મહેનત અને મારી ઈમેજને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તેઓને મારુ બધું જ મળી જાય, ભલે તે ઘર હોય, ગાડી હોય, પૈસા હોય કે પછી બિઝનેસ હોય. તેઓએ મારો બિઝનેસ પણ હડપી  લીધો. તો આ બધી વસ્તુઓથી હું પસાર થઈ રહ્યો છું. હજી પણ હું મક્કમ છું અને મજબૂતીથી તેમનો સામનો કરી રહ્યો છું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News indian televison actor karan mehra karan mehra nisha relationship Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ