બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / વાહ! માત્ર 2 જ રૂ.માં આ દાદી ખવડાવે છે ઇડલી, એ પણ ભરપેટ, આઇડિયા આગળ વેપારીઓ પણ ફેલ!

બિઝનેસ / વાહ! માત્ર 2 જ રૂ.માં આ દાદી ખવડાવે છે ઇડલી, એ પણ ભરપેટ, આઇડિયા આગળ વેપારીઓ પણ ફેલ!

Last Updated: 04:20 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના પુદ્દુક્કોટ્ટઈના એક સડક કિનારે આવેલ આ 84 વર્ષીય વૃદ્ધાનું તૂટેલું ફૂટેલું મકાન જ તેમની દુકાન છે. લોકો નીચે બેસીને ભરપેટ ઈડલી ખાય છે. તેઓ છેલ્લા 40 વર્ષથી આ કામ કરી રહ્યા છે.

જ્યારે ખાવા પીવાની વાત આવે ત્યારે અનેક લોકોને સાઉથ ઇન્ડિયન ખાવાનું પસંદ હોય છે. અનેક લોકો ઈડલીના દિવાના પણ હોય છે. ત્યારે આજે આપણે એક વૃદ્ધ મહિલાની વાત કરવાની છે જે છેલ્લા 40 વર્ષથી ઈડલી વેચવાનું કામ કરે છે. 84 વર્ષની ધનમ પાતી નામની વૃદ્ધા લોકોને માત્ર 2 રૂપિયામાં ભરપેટ ઈડલી આપીને ભૂખ્યાનું પેટ ભરવાનું કામ કરે છે.

આ મહિલા એક તૂટેલા ફૂટેલા ઘરમાં રહે છે, જેની છત તાડપત્રી અને ઘાસપુશથી બની છે. પરંતુ ગ્રાહકોને ભરપેટ જમાડવામાં તેમને પરમ આનંદની અનુભૂતિ થાય છે. તમિલનાડુના પુદ્દુક્કોટ્ટઈના એક સડક કિનારે તેનું ઘર આવેલું છે. આ ઘરમાં જ તે ઇડલીની દુકાન પણ ચલાવે છે. અહીંયા કોઈ ટેબલ ખુરશીની વ્યવસ્થા ન હોવાથી લોકો નીચે બેસીને જ ખાય છે. આ વૃદ્ધાનું કહેવું છે કે, "આપણે થોડા સમય માટે જ આ દુનિયામાં આવ્યા છીએ તો પછી પૈસા પાછળ શું કામ દોડવું પડે? પરસ્પરનો સ્નેહ જ આપણને આગળ લઈ જાય છે."

ધનમના જણાવ્યા અનુસાર, જ્યારે તમિલનાડુમાં મીડ ડે મીલની યોજના શરૂ નહતી થઇ તે વખતે મારા બે બાળકોના જમવા, કપડા જેવી જરૂરિયાત પૂરી કરવા મે કામ શરૂ કર્યું હતું. પહેલા મે ચાની દુકાન શરૂ કરી હતી પરંતુ તેમાં એટલો ફાયદો નહતો થતો જેથી મે નાસ્તાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ મારા પરિવારની જરૂરિયાતો પૂરી ન થતાં મે 1980ના દાયકામાં ઈડલી વેચવાનું શરુ કર્યું હતું.

બીમાર પતિ અને બે બાળકોની જવાબદારી તેના માથે હોવાથી તેને ઈડલીનું વેચાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેને ઈડલીનો ભાવ માત્ર 3 પૈસા જ રાખ્યો હતો. બાદમાં ધીરે ધીરે ભાવ વધાર્યો હતો. ત્રણ વર્ષ પહેલાં ઈડલી તેઓ માત્ર એક રૂપિયામાં જ વેચતા હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયા બાદ તેમને 1માંથી 2 રૂપિયા ભાવ કર્યો હતો.

કોઈએ ધનમને પૂછ્યું કે, તમે ઈડલીનો ભાવ આટલો ઓછો કેમ રાખો છો? તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે 10 રૂપિયામાં તો લોકોને ખાવાનું મળી જવું જોઈએ, આ તો ખાલી ઈડલી જ છે તેનો ભાવ વધુ ન હોવો જોઈએ. આ વૃદ્ધાને ત્યાં ઓફિસમાં કામ કરતા લોકો, મજૂરી કરતા લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઈડલી ખાવા આવે છે. ધનમ નામની આ વૃદ્ધાનો દિવસ પાંચ વાગ્યા શરૂ થાય છે. જેમાં તે મસાલા તૈયાર કરવાથી લઇ, લાકડા અને શાકભાજી ખરીદવાનું કામ શરૂ કરી દે છે. સવારે સાત વાગે ઈડલી બનીને તૈયાર થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, ધનમ ઈડલી બનાવવા માટે રાશનના દાળ ચોખાનો ઉપયોગ કરે છે. તેને મળતું રાશન પૂરતું નથી હોતું પણ તેમના રેગ્યુલર કસ્ટમર અને તેમના શુભચિંતક પોતાનું રાશન આપીને મદદ કરે છે. આ કારણે પણ તેઓને ઈડલીનો ઓછો ભાવ રાખવામાં મદદ મળે છે.

વધુ વાંચોઃ ના હોય, 7 લાખ જેટલા મોબાઇલ નંબરો બંધ થઈ જશે? જો-જો ક્યાંક તમારો નંબર તો આમાં નથી ને!

ધનમ આ કામ, મોટી કમાણી કરવા નહીં પણ એક સંતોષ માટે કરે છે. તેનું એવું પણ કહેવું છે કે, સ્કૂલમાં ભણતા નાના છોકરાઓ વધારે પૈસા નથી ખર્ચી શકતા. ધનમનો પુત્ર ટ્રકમાં લોડરનું કામ કરે છે. પુત્ર તેની પત્ની સાથે અલગ રહે છે, દિકરીના લગ્ન એક દરજી સાથે થયા છે. ધનમ તેમની સાથે નહીં પણ અલગ રહેવા માંગે છે. તેમની સાથે રહી તે બોઝ બનવા નથી માંગતી. આ વૃદ્ધાની એક જ ઈચ્છા છે કે, તેનું એક સ્થાયી ઘર હોય જેમાં તે જિંદગીના છેલ્લા દિવસો શાંતિથી પસાર કરી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Idali South Indian Dhanam Pati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ