બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:21 PM, 24 May 2024
દેશના 6.80 લાખ મોબાઈલ નંબર પર હાલમાં સંકટ આવી ગયું છે. જો આ નંબરો નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા હશે તો એ નિશ્ચિતપણે બંધ થઈ જશે. દેશના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને લગભગ 7 લાખ જેટલા મોબાઈલ કનેક્શનની ફરીથી વેરિફિકેશન કરવા જણાવ્યું છે. ટેલિકોમ વિભાગે મોબાઈલ કંપનીઓને તપાસ માટે 60 દિવસનો સમય આપ્યો છે. વિભાગે એમ પણ કહ્યું છે કે જો કંપનીએ 60 દિવસોમાં ફરીથી વેરિફાઈ ન કર્યા તો આ સંદિગ્ધ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે. આ કનેક્શન કદાચ ખોટા, બનાવટી અથવા નકલી આઈડી અને એડ્રેસ ડોક્યુમેન્ટ દ્વારા લેવામાં આવ્યા હોઈ શકે છે.
ADVERTISEMENT
વધી રહ્યા છે ફ્રોડ
ADVERTISEMENT
DoTનું આ પગલું એટલા માટે જરૂરી છે કારણ કે તાજેતરમાં ફોન પર થતા ફ્રોડ ઘણા વધી ગયા છે. વિભાગે આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ (AI) ની મદદથી આવા શંકાસ્પદ નંબરો શોધી કાઢ્યા છે. DoTનું કહેવું છે કે ફ્રોડવાળા કનેક્શન પકડવામાં જુદા-જુદા ડિપાર્ટમેન્ટનું સાથે મળીને કામ કરવું અને આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. આનાથી એ જાણવા મળે છે કે ઇન્ટીગ્રેટેડ ડિજિટલ પ્લેટફોર્મ નકલી ઓળખથી થતા ફ્રોડને રોકવામાં કારગર સાબિત થઈ રહ્યા છે.
DoTએ આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ (AI) દ્વારા એનાલિસીસ પછી લગભગ 6.80 લાખ મોબાઈલ કનેક્શનને સંભવિત રીતે ફ્રોડવાળા નંબર તરીકે ઓળખ્યા છે. આ એવા કનેક્શન છે, જેના વિશે શંકા છે કે તે ખોટા અથવા નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને જે નંબરોનું વેરિફિકેશન કરવાના આદેશો આપ્યા છે, એ નંબરોના કનેક્શનને ફરીથી વેરિફાય કરવા જરૂરી છે. જો રી-વેરિફિકેશનમાં કનેક્શન ફેલ થઈ જાય છે તો તેને બંધ કરી દેવામાં આવશે.
વધુ વાંચો: વાહ! આ ખેતી તમને અપાવશે બમ્પર લાભ, કરો આટલા લાખનું રોકાણ ને મેળવો સીધા 4 લાખનો નફો
અગાઉ પણ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બંધ કર્યા કેટલાય કનેક્શન બંધ
ટેલિકોમ વિભાગે એપ્રિલમાં ફરીથી વેરિફિકેશન માટે 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબરોની ઓળખ કરી હતી અને તેમાંથી 8272 મોબાઈલ કનેક્શનો રી-વેરિફિકેશનમાં નિષ્ફળ જવા બદલ બંધ કરવામાં આવ્યા હતા. ખોટા અથવા નકલી KYC દસ્તાવેજોનો ઉપયોગ સૂચવે છે કે આ મોબાઇલ કનેક્શન્સ ખોટી રીતે મેળવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે, ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેઓએ 1.7 કરોડથી વધુ નકલી મોબાઇલ કનેક્શન બંધ કર્યા છે અને લગભગ 0.19 લાખ મોબાઇલ ફોન બ્લોક કર્યા છે જે સાયબર ફ્રોડમાં સામેલ હતા. વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેઓએ 1.34 અબજ મોબાઈલ કનેક્શનની તપાસ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT