બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પનો ટેરિફની અગ્નિપરીક્ષા દરમિયાન ડગમગી ગયો આત્મવિશ્વાસ, જાણો સુનાવણી દરમિયાન શું બન્યું?

વિશ્વ / ટ્રમ્પનો ટેરિફની અગ્નિપરીક્ષા દરમિયાન ડગમગી ગયો આત્મવિશ્વાસ, જાણો સુનાવણી દરમિયાન શું બન્યું?

Nidhi Panchal

Last Updated: 08:23 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે કોર્ટમાં એવી ચર્ચા થઈ કે ટ્રમ્પના આત્મવિશ્વાસની ધરતી હચમચી ગઈ. હવે આખી દુનિયાની નજર અમેરિકાની સર્વોચ્ચ અદાલતના આગામી નિર્ણય પર છે.

બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને લઈને મહત્વની સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રને કોર્ટમાં કડક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. ન્યાયાધીશોએ ખાસ કરીને એ મુદ્દો ઉઠાવ્યો કે ટ્રમ્પે જે ટેરિફ (વેપાર શુલ્ક) લાદ્યા હતા, તેની કાનૂની સત્તા શું છે અને શું તેમણે બંધારણીય રીતે યોગ્ય પગલું લીધું હતું?

trump-simple

આ મામલો નાના વ્યવસાયોના એક જૂથ અને 12 રાજ્યો દ્વારા કોર્ટમાં લાવવામાં આવ્યો છે. ત્રણ અલગ-અલગ મુકદ્દમા દાખલ કરીને દલીલ કરવામાં આવી છે કે ટ્રમ્પે ટેરિફ લાદતા પહેલા તેના અસરનું મૂલ્યાંકન કર્યું નહોતું. તેમણે કોઈ સત્તાવાર બેઠક બોલાવી નહોતી કે આ મુદ્દે કોઈ અહેવાલ તૈયાર કર્યો નહોતો. તેથી વિરોધ પક્ષે કહ્યું છે કે ટ્રમ્પે નિયમોનું પાલન કર્યા વગર મનમાની રીતે નિર્ણય લીધો.

trump-simple-3

અધિકાર માત્ર કોંગ્રેસને

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ પૂછ્યું કે ટ્રમ્પે આ નિર્ણય લેતા પહેલા કોંગ્રેસ સાથે કોઈ ચર્ચા કરી કે નહીં. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે ખાસ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસને કર લાદવાની સત્તા અમેરિકન બંધારણ દ્વારા આપવામાં આવી છે. તેથી ટ્રમ્પનો ટેરિફ લાદવાનો નિર્ણય શું કોંગ્રેસની સત્તામાં દખલ સમાન નથી? તેમણે કહ્યું કે ટેરિફ દ્વારા આવક વધારવાનો પ્રયાસ થતો જણાય છે, જેનો અધિકાર માત્ર કોંગ્રેસને છે.

vtv app promotion

વિદેશ નીતિનો ભાગ

બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્રની તરફથી US સોલિસિટર જનરલ ડી. જોન સોયરે દલીલ કરી કે ટેરિફ વિદેશ નીતિનો ભાગ છે. તેમણે કોર્ટને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પને વિદેશી વેપારના હિતમાં નિર્ણય લેવાનો અધિકાર છે. આ પગલાંથી અમેરિકા પોતાની આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્થિરતા જાળવી શકે છે. જો આ સત્તા રાષ્ટ્રપતિ પાસે નહીં હોય, તો અમેરિકા વૈશ્વિક વેપારમાં પાછળ રહી જશે.

આ પણ વાંચો : હવે રશિયા કરશે પરમાણુ પરીક્ષણ, પુતિને તૈયારી શરૂ કરવાનો આદેશ આપ્યો

કોર્ટના કેટલાક ન્યાયાધીશોએ આ દલીલ પર પણ શંકા વ્યક્ત કરી. તેમનું માનવું હતું કે “વેપાર નીતિ અને વિદેશ નીતિ અલગ મુદ્દા છે” અને તે માટે સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા જરૂરી છે. કોર્ટના કઠોર પ્રશ્નોથી ટ્રમ્પના આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે. આ કેસમાં હાલ ચુકાદો આવ્યો નથી. અહેવાલો મુજબ, કોર્ટ આગામી વર્ષે જૂન મહિનામાં અંતિમ નિર્ણય આપી શકે છે. સુનાવણી પહેલા ટ્રમ્પ ખૂબ આત્મવિશ્વાસ સાથે બોલ્યા હતા કે આ ચુકાદો ઐતિહાસિક રહેશે અને તેમના સમર્થનમાં આવશે. પરંતુ હાલની સુનાવણી બાદ એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પને મોટો ઝટકો લાગી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff Policy Donald Trump US Supreme Court
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ