બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / નેશનલ ગાર્ડ પર હુમલા બાદ ટ્રમ્પની મોટી કાર્યવાહી : 19 દેશોના ગ્રીન કાર્ડ પર ફરી ચકાસણી, ભારત પર અસર પડશે?
Last Updated: 08:17 AM, 28 November 2025
Donald Trump : વોશિંગ્ટન DCમાં નેશનલ ગાર્ડના બે સભ્યો પર થયેલા ઘાતક હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક સુરક્ષા પગલાંની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે થયેલા આ હુમલાને પગલે ઇમિગ્રેશન અને સુરક્ષા પ્રણાલીઓ પર નવા સિરેથી ધ્યાન કેન્દ્રિત થયું છે.
ADVERTISEMENT
USCIS દ્વારા ગ્રીન કાર્ડની કડક પુનઃસમીક્ષા
રાષ્ટ્રપતિના નિર્દેશ પછી યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ 19 દેશોના તમામ ગ્રીન કાર્ડ કેસની ફુલ-સ્કેલ, કડક પુનઃચકાસણી શરૂ કરી છે. USCIS ડિરેક્ટર જો એડલોએ જણાવ્યું કે, તપાસ સંપૂર્ણપણે કડક અને કોઈપણ પ્રકારની છૂટછાટ વગર થશે.
ADVERTISEMENT
આ પગલું ગુરુવારે થયેલા તે હુમલા બાદ લેવામાં આવ્યું છે જેમાં એક અફઘાન નાગરિક પર આરોપ છે કે, તેણે નેશનલ ગાર્ડના બે સભ્યો પર ગોળીબાર કર્યો હતો. ઘટનામાં એક સૈનિકનું મોત થયું અને બીજાની હાલત ગંભીર છે. FBI આ હુમલાની આતંકવાદી હુમલા તરીકે તપાસ કરી રહી છે.
કયા 19 દેશોની ફરી તપાસ થશે? શું ભારત પર અસર?
ADVERTISEMENT
અમેરિકાની કાર્યવાહી બાદ મોટો પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય ભારતીયોને અસર કરશે? જવાબ: ના. ટ્રમ્પ વહીવટી તંત્રએ “ચિંતાજનક દેશો”ની જે યાદી તૈયાર કરી છે તેમાં ભારતનો સમાવેશ નથી.
યાદીમાં સામેલ 19 દેશો આ પ્રમાણે છે
ADVERTISEMENT
અફઘાનિસ્તાન, બર્મા, ચાડ, કોંગો પ્રજાસત્તાક, વિષુવવૃત્તીય ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, યમન, બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા. આ દેશોના નાગરિકોના તમામ ગ્રીન કાર્ડ કેસની સુરક્ષા દૃષ્ટિકોણથી પુનઃતપાસ કરવામાં આવશે.

ADVERTISEMENT
અફઘાન નાગરિકોના કેસ પર વિશેષ અસર
હુમલાના આરોપી રહેમાનુલ્લાહ લાખનવાલ અફઘાન મૂળનો હોવાને કારણે અફઘાન નાગરિકોને લઈ સુરક્ષા ચિંતાઓ વધુ વધી છે.
ADVERTISEMENT
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જાહેરાત કરી છે કે, બિડેન વહીવટીતંત્ર દરમિયાન મંજૂર કરાયેલા તમામ અશ્રય (asylum) કેસોની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી અફઘાન નાગરિકોની ઇમિગ્રેશન અરજીઓની પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત રાખવામાં આવી છે. તેમાં “બેકલોગ્સ અને સંભવિત અયોગ્ય રાહ” જેવી સમસ્યાઓનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
FBI ની ‘કોસ્ટ-ટુ-કોસ્ટ’ તપાસ
FBI ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું છે કે, આ કેસને આતંકવાદી દૃષ્ટિકોણથી તપાસવામાં આવી રહ્યું છે. અનેક રાજ્યોમાં સર્ચ વોરન્ટ જારી કરવામાં આવ્યા છે. તપાસને તેમણે “કોસ્ટ-ટુ-કોસ્ટ ઇન્વેસ્ટિગેશન” તરીકે વર્ણવી છે.
આ પણ વાંચો : ફરી એક વખત ધરતી ધ્રુજી, 6.0 ની તીવ્રતાના ભૂકંપ પછી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો
અમેરિકન રાજકારણમાં ઇમિગ્રેશન મુદ્દો ફરી ઉશ્કેરાયો
નેશનલ ગાર્ડ પરના આ હુમલાએ અમેરિકા અંદર ઇમિગ્રેશન નીતિઓ, સુરક્ષા વ્યવસ્થાઓ અને ગ્રીન કાર્ડ ચકાસણી પ્રણાલીને કેન્દ્રમાં લાવી દીધા છે. રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે, ખાસ કરીને શંકાસ્પદના ઓવરસ્ટેઇંગ વિઝા અને સુરક્ષા ચકાસણીઓની પ્રક્રિયા અંગે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.