બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 20થી વધુનાં મોત, PoKમાં પ્રદર્શનકારીઓ પર પાકિ. સેનાના અંધાધૂંધ ફાયરિંગથી ઉઠ્યાં વિરોધના વંટોળ
Last Updated: 11:05 AM, 9 June 2026
PoK Firing : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રાજકીય અને સામાજિક અસંતોષ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં પ્રદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણોને લઈને ગંભીર આરોપો સામે આવ્યા છે. સ્થાનિક સંગઠનોનો દાવો છે કે, વિરોધ પ્રદર્શન અને એક યુવા કાર્યકરના અંતિમ સંસ્કાર દરમિયાન થયેલી કાર્યવાહીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ રાવલકોટ વિસ્તારમાં એક પ્રદર્શનકારીના અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન સ્થિતિ તંગ બનતાં હિંસક ઘટના સર્જાઈ હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક સંગઠન જમ્મુ એન્ડ કાશ્મીર જ્વોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC)એ દાવો કર્યો છે કે, સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન અનેક નાગરિકોને ઇજા પહોંચી છે અને 20થી વધુ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
د وروستیو راپورونو له مخې، د پاکستان تر ادارې لاندې کشمیر کې د امنیتي ځواکونو او د JAAC (Joint Awami Action Committee) د ملاتړو ترمنځ سختې نښتې شوې دي. د مختلفو رسنیو د معلوماتو له مخې 2/1#کشمیریوں_کا_خون_بہانا_بند_کرو #کشمیر_کی_آواز_بند_نہ_کرو #جی_بی_کا_فیصلہ_عمران_خان pic.twitter.com/7eynepMkoE
— Aminullah Rahmane (@AminAmin83630) June 9, 2026
'જ્યાં જુઓ ત્યાં ગોળી મારી દો' નો આરોપ
ADVERTISEMENT
JAAC ના વરિષ્ઠ નેતા શૌકત નવાઝ મીરે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓને આવામી એક્શન કમિટીના સભ્યો પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "JAAC ના સભ્યો જ્યાં પણ દેખાય ત્યાં ગોળીબાર કરવાનો આદેશ છે." મીરે પાકિસ્તાની સૈન્ય પર નાગરિકો અને કાશ્મીરી લોકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ આરોપો પર પાકિસ્તાન સરકાર કે સૈન્ય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
🚨Ahead of the planned June 9 strike in Pakistan-occupied Kashmir, occupation authorities banned the Jammu Kashmir Joint Awami Action Committee (JAAC) under bogus anti-terror laws. This led to violent clashes on June 7-8 in Rawalakot, with at least 7 protestors killed by police,… pic.twitter.com/E8jdFM7B3e
— Paul Antonopoulos 🇬🇷🇨🇾 (@oulosP) June 8, 2026
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શનો શા માટે ફાટી નીકળ્યા છે?
PoKમાં હાલની અશાંતિ ઓક્ટોબર 2025 માં થયેલા કહેવાતા "મુઝફ્ફરાબાદ કરાર" માં મૂળ હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે હિંસક વિરોધ પ્રદર્શનો બાદ પાકિસ્તાન સરકાર, પીઓકે વહીવટીતંત્ર અને જેએએસી વચ્ચે આ કરાર થયો હતો. તે સમયે, સતત વિરોધ પ્રદર્શનો અને આર્થિક કટોકટી વચ્ચે, સરકારે ઘણી મુખ્ય માંગણીઓ સ્વીકારવાનું વચન આપ્યું હતું. આ કરારમાં ઘઉં અને વીજળી પર સબસિડી, વિરોધ પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર, વહીવટી સુધારા, માળખાગત વિકાસ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારો અને સ્વદેશી લોકોના અધિકારોને મજબૂત બનાવવાનો સમાવેશ થતો હતો. તે સમયે, આ કરારને PoKમાં લાંબા સમયથી ચાલી આવતી આર્થિક અને રાજકીય ફરિયાદોના ઉકેલ તરફ એક મોટી સફળતા માનવામાં આવતી હતી.
ADVERTISEMENT

વિરોધ પ્રદર્શનોનું મૂળ કારણ ગયા વર્ષે થયેલા એક મહત્વપૂર્ણ કરાર સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલા અનેક વચનો હજુ સુધી સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવ્યા નથી. ઘઉં અને વીજળી પર રાહત, વિકાસ કાર્યો, આરોગ્ય અને શિક્ષણ સેવાઓમાં સુધારા તેમજ સ્થાનિક અધિકારોને મજબૂત બનાવવાના મુદ્દાઓ હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ''...નહીંતર એકલા થઇ જશો'', ઈરાન પર મિસાઇલ એટેક વચ્ચે ટ્રમ્પે નેતન્યાહૂને કર્યા એલર્ટ
શું કહેવું છે JAACનું ?
JAACનું કહેવું છે કે, લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆતો છતાં વાસ્તવિક પ્રગતિ ન જોવા મળતાં લોકોએ ફરીથી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બીજી તરફ સરકારી પક્ષનો દાવો છે કે, અનેક માંગણીઓ પર પહેલેથી જ કામ કરવામાં આવ્યું છે અને કેટલીક માંગણીઓનો અમલ પણ થયો છે. જોકે બંને પક્ષો વચ્ચે હજુ પણ અનેક મુદ્દાઓ પર મતભેદ યથાવત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયો અને નિવેદનો દર્શાવે છે કે સ્થાનિક લોકોમાં અસંતોષનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા નાગરિકો મૂળભૂત સુવિધાઓ, આર્થિક રાહત અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.