બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 AM, 9 June 2026
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઇઝરાયેલ ઈરાન સામે મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરશે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી શકે છે.મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. બેરૂતમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર ઇઝરાયેલના હુમલા બાદ ઈરાને મિસાઇલ હુમલાથી જવાબ આપ્યો હતો. આ વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે નેતન્યાહૂને સંયમ રાખવાની સલાહ આપી છે. ટ્રમ્પનું માનવું છે કે હાલની સ્થિતિ વધુ બગડશે તો ઈરાન સાથે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોને મોટો ફટકો લાગી શકે છે.
ADVERTISEMENT
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે નેતન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વધુ આક્રમક કાર્યવાહી કરવાથી ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સમર્થન ગુમાવી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે નેતન્યાહૂને સાવચેતી રાખવા અને પરિસ્થિતિને વધુ ગંભીર બનતા અટકાવવા કહ્યું હતું.
ADVERTISEMENT
ટ્રમ્પ છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાન સાથે કોઈ રાજદ્વારી સમજૂતી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મતે આગામી થોડા દિવસોમાં વાતચીત દ્વારા ઉકેલ મળવાની શક્યતા છે. તેથી તેમણે ઇઝરાયેલને વધુ જવાબી હુમલાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
એક તરફ ટ્રમ્પ ઇઝરાયેલની સુરક્ષા સંબંધિત ચિંતાઓને સમજે છે, તો બીજી તરફ તેમને ભય છે કે સતત હુમલા અને જવાબી હુમલાઓના કારણે સમગ્ર વિસ્તારમાં મોટું યુદ્ધ ફાટી નીકળે. આવી સ્થિતિ અમેરિકાને પણ સંઘર્ષમાં વધુ ઊંડે ખેંચી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ H-1B વિઝાની 1 લાખ ડોલર ફીને લઇ કોર્ટનો મોટો ચુકાદો, ભારતીયોને રાહત
ADVERTISEMENT
રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પની ચિંતાઓ છતાં નેતન્યાહૂએ અમેરિકાને જાણ કરી હતી કે ઇઝરાયેલ મર્યાદિત સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. ત્યારબાદ ઇઝરાયેલે ઈરાનના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં તેહરાને ફરી મિસાઇલ હુમલા કર્યા.
ADVERTISEMENT
તણાવ વધતા ટ્રમ્પે ફરી એકવાર નેતન્યાહૂ સાથે વાત કરી અને મોટા પાયે હુમલાની યોજના અટકાવવા દબાણ કર્યું. ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર નેતન્યાહૂ અંતે આ શરતે સંમત થયા કે જો ઈરાન વધુ હુમલા નહીં કરે તો ઇઝરાયેલ પણ મોટા હુમલાથી દૂર રહેશે. સાથે જ ટ્રમ્પે દાવો કર્યો કે વિસ્તારમાંના અનેક દેશોએ પણ તેમને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.