બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકા-ઈરાન શાંતિ કરાર વચ્ચે ક્રૂડ ઓઈલમાં ઘટાડો, તો શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ?

વિશ્વ / અમેરિકા-ઈરાન શાંતિ કરાર વચ્ચે ક્રૂડ ઓઈલમાં ઘટાડો, તો શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ?

Priykant Shrimali

Last Updated: 08:40 AM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Crude Oil Price : અમેરિકા-ઈરાન સમજૂતી બાદ ક્રૂડ ઓઈલમાં ઘટાડો: વૈશ્વિક બજારોને મળી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે કે નહીં ?

Crude Oil Price : આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સમજૂતી બાદ વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સમજૂતી અને હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલવાની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઊર્જા બજાર અને આયાત આધારિત દેશોને રાહત મળવાની શક્યતા વધી છે. આ તરફ હવે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે.

હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાં ગણાય છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અહીં ઉભી થયેલી અનિશ્ચિતતાએ તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠા પર સીધી અસર કરી હતી. પરિણામે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી હતી અને અનેક દેશોમાં ઇંધણના ખર્ચમાં વધારો થયો હતો. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી નવી સમજૂતી બાદ બજારમાં પુરવઠો સામાન્ય બનવાની આશા વધી છે. આ સમાચાર સામે આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ અને WTI ક્રૂડ બંનેમાં ઘટાડો નોંધાયો. બજાર વિશ્લેષકો માને છે કે પુરવઠાની ચિંતા ઘટતા ભાવ પર દબાણ આવ્યું છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીનો દાવો, હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલશે

જો આવનારા સમયમાં તેલ અને ગેસનો પ્રવાહ સ્થિર રહે છે તો તેની અસર ઘણા દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણ ઉત્પાદનોના ભાવ પર પણ જોવા મળી શકે છે. જોકે અંતિમ અસર સ્થાનિક કર, નીતિ અને બજારની સ્થિતિ પર પણ આધારિત રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ઊર્જા બજાર માટે નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હવે વિશ્વની નજર એ બાબત પર રહેશે કે આ સમજૂતી કેટલા સમય સુધી સ્થિર રહે છે અને ઊર્જા પુરવઠો કેટલી ઝડપથી સામાન્ય સ્થિતિમાં પરત ફરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Price US Iran Deal Crude Oil Price Drop
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ