બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:17 AM, 15 June 2026
પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ સમજૂતી પૂર્ણ થઈ હોવાનું જાહેર કર્યું છે. ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગને ટોલ-ફ્રી અને અવરોધમુક્ત બનાવવાની મંજૂરી આપી છે તેમજ અમેરિકી નૌકાદળ દ્વારા લગાવવામાં આવેલી નાકાબંધી હટાવવાનો આદેશ આપ્યો છે. જોકે ઈરાન તરફથી હજુ સુધી આ સમજૂતી અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ પ્રકારની રોકટોક વગર ખોલવામાં આવશે અને અમેરિકી નૌકાદળ દ્વારા લગાવવામાં આવેલી નાકાબંધીને તાત્કાલિક અસરથી હટાવવામાં આવશે.ટ્રમ્પે વિશ્વના તેલ આયાત કરતા દેશોને સંદેશ આપતા કહ્યું કે જહાજો ફરીથી કામગીરી શરૂ કરે અને તેલની સપ્લાય સામાન્ય રીતે ચાલુ થવા દે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વના તેલ વેપાર માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે.
ADVERTISEMENT
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ સમજૂતીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ઈરાને તમામ મોરચાઓ પર સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાની સહમતિ દર્શાવી છે. તેમાં લેબનાન સહિતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
શહબાઝ શરીફે જણાવ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને તુર્કિયેના નેતૃત્વે આ સમજૂતી શક્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના જણાવ્યા મુજબ, બંને દેશોના પ્રતિનિધિમંડળો 19 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં મળીને આ સમજૂતી પર સત્તાવાર હસ્તાક્ષર કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પેરિસમાં થશે PM મોદી-ટ્રમ્પની મુલાકાત, સમય-તારીખ કન્ફર્મ!
જોકે, ઈરાનની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈરાનની સમાચાર એજન્સી ‘ફાર્સ’ અનુસાર, ટૂંક સમયમાં સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આ મુદ્દે સત્તાવાર નિવેદન જાહેર થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.