બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:30 AM, 14 June 2026
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગને લઈને વૈશ્વિક ચિંતાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વપૂર્ણ મુલાકાત થવાની છે. G7 સમિટ દરમિયાન પેરિસમાં યોજાનારી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. બંને નેતાઓ વચ્ચે વેપાર કરાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વ્હાઇટ હાઉસે પણ આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેના કારણે ભારત-અમેરિકા સંબંધોને લઈને નવી આશાઓ જાગી છે.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે સંભવિત વેપાર કરાર, આર્થિક સહયોગ અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. જોકે G7 સમિટ દરમિયાન કોઈ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે, તેમ છતાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટેકનિકલ ચર્ચાઓને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સહયોગ વધારવા માટે છેલ્લા એક વર્ષથી સતત ચર્ચાઓ ચાલી રહી છે. થોડા અઠવાડિયા પહેલા અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે પણ આવ્યું હતું. બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. જોકે ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થા અને નીતિઓ અલગ હોવાથી કેટલાક મુદ્દાઓ પર હજુ સહમતિ બનવાની બાકી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં G-7 સમિટમાં PM મોદી અને US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે G7 સમિટ દરમિયાન મોદી અને ટ્રમ્પને હાલની ચર્ચાઓ ક્યાં સુધી પહોંચી છે તેની સમીક્ષા કરવાનો મોકો મળશે. સાથે જ આવનારા અઠવાડિયામાં સંભવિત ટ્રેડ ડીલને આગળ કેવી રીતે વધારવી તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. અમેરિકા તરફથી જણાવાયું છે કે હજુ ઘણા ટેકનિકલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર છે.
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો તણાવ વધ્યો છે અને હોર્મુઝ જળમાર્ગને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. વિશ્વના મોટા દેશો આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેની ચર્ચા વ્યૂહાત્મક અને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નવી દિલ્હીથી ફ્રાન્સના પ્રવાસે રવાના થયા હતા. તેઓ G7 સમિટમાં ભાગ લેશે તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ ઉપરાંત તેઓ સ્લોવાકિયાની સત્તાવાર મુલાકાત પણ લેશે.G7 સમિટ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનનો સ્લોવાકિયાનો આ પ્રથમ પ્રવાસ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.