બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, એરપોર્ટ પ્રશાસન, પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ, સંપૂર્ણ એરપોર્ટ પરિસરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું, મુસાફરો અને સ્ટાફની સુરક્ષા માટે વધારાની તપાસ અને દેખરેખ શરૂ, સુરક્ષા દળો દ્વારા એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું.
6 મિનિટ પહેલા
સુરત શહેરમાં પોલીસ કર્મચારીએ જ નશાની હાલતમાં ગાડી ચલાવી સિટી બસને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાંથી નેમ પ્લેટ, દારૂની બોટલ અને વર્દી પણ મળી આવી છે.
20 મિનિટ પહેલા
ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાયા હતા, પથરીનું ઓપરેશન પછી યુવકનુ મોત થતા પરિવારના આક્ષેપ, યુવકનું મોત થતા પરિવાર ના લોકો બોડી લઈ હોસ્પિટલ પહોંચ્યા, હોસ્પિટલ ની બહાર વિરોધ નોંધાવ્યો, હોસ્પિટલ ની બેદરકારી ના કારણે મોત થયાનો આરોપ પરિવાર કરી રહ્યું છે.
1 કલાક પહેલા
સુરત ઇકો સેલ પોલીસે આરોપી પિન્કેશને ઝડપી પાડ્યો, આરોપીએ પુણાગામમાં 'ક્રીએશન પ્લાઝા'માં દુકાનો વેચવાનું કહી છેતરપિંડી કરી, ફરિયાદી તથા પરિવાર પાસેથી કુલ રૂપિયા 1.70 કરોડની રકમ લીધી હતી, દસ્તાવેજ ન કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
1 કલાક પહેલા
વર્ષ 2025-26માં 51.09 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક, રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વગાડ્યો છે, સુરત APMC નું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડને પાર, 200 ટ્રકોના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ બન્યું સુરત.
1 કલાક પહેલા
એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનોને અજાણ્યા શખ્સોએ બનાવ્યા નિશાન, પોલીસ સ્ટેશન નજીક બનેલી ઘટનાથી કાયદો-વ્યવસ્થા સામે સવાલો, સાંજના સમયે થયેલી તોડફોડથી સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ.
2 કલાક પહેલા
એક સાથે આઠ થી નવ વાહનો ટકરાયા, ટ્રેલર અને ટ્રકના અકસ્માત બાદ અન્ય વાહનો પણ ટકરાયા, અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
2 કલાક પહેલા
બોટાદ જિલ્લામાં પણ કોળી સમાજનું મહાસંમેલન, દિલ્હીની સાથે કોળી સમાજનું આજે બોટાદ જિલ્લામાં પણ મહાસંમેલન, ગઢડા તાલુકાના મોટા સખપર ગામે આજે પ્રવિણ કોળી સહિતના આગેવાનોએ મહાસંમેલન નું આયોજન કર્યું, એકપણ મંત્રી કે ધારાસભ્ય ની હાજરી વિનાનું આ સંમેલન યોજાશે.
2 કલાક પહેલા
PCRના પોલીસકર્મીઓ સાથે લુખ્ખાઓએ કરી દાદાગીરી, 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળેલી ગાડી સાથે બની ઘટના, પોલીસકર્મીઓને લુખ્ખાઓ અપશબ્દો કહેતા હોવાનો વીડિયો વાયરલ, નરોડા પોલીસ ને ભગવું પડ્યું હતું.
3 કલાક પહેલા
રાજ્યમાં વાહન વ્યવહાર વિભાના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી અટકી જતા અનેક અરજદારો અટવાયા છે. ટેકનિકલ ખામીના કારણે RTO કચેરીઓમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ છે.
3 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું