બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:41 PM, 23 July 2025
બ્રિટને 22 જુલાઈ 2025 થી તેના ઇમિગ્રેશન નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે, જે ભારત, ચીન અને અન્ય ઘણા દેશના લોકોને અસર કરી શકે છે. આ ફેરફાર બ્રિટનની લેબર પાર્ટી સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે,જેનો ઉદ્દેશ્ય બહારથી આવતા અને દેશ છોડીને જતા લોકો વચ્ચેનો સ્થળાંતરનો તફાવત ઘટાડવાનો અને સ્થાનિક લોકોને વધુ નોકરીઓ આપવાનો છે. આ નિયમથી ઇમિગ્રેશન સિસ્ટમ પર કડક નિયંત્રણ આવશે.
ADVERTISEMENT
આ નવાં નિયમો ભારત અને ચીન સહિત ઘણા દેશના વિદ્યાર્થીઓ અને નોકરી કરતાં લોકો માટે પડકાર લાવશે. જાણી લો કે આ નવાં નિયમો શું છે અને તેની શું અસર થશે?
શું છે નવા નિયમો?
ADVERTISEMENT
યુકેના ગૃહ મંત્રાલયે 82 પાનાના સફેદ કાગળમાં આ ફેરફારોને વિગતવાર સમજાવ્યા છે. આ ફેરફારોમાં મુખ્યત્વે સ્કિલ્ડ વર્કર વિઝા, સ્ટુડન્ટ વિઝા અને સેટલમેન્ટ જેવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને બદલાવ કરવામાં આવ્યો છે. ચાલો વિગતવાર જાણીએ.

ADVERTISEMENT
સ્કિલ્ડ વર્કર વિઝામાં બદલાવ
હવે સ્કિલ્ડ વર્કર વિઝા માટે નોકરીનું સ્તર RQF સ્તર 6 હોવું જોઈએ, એટલે કે સ્નાતક સ્તર. પહેલા તે RQF સ્તર 3 એટલે કે 12મા ધોરણની સમકક્ષ હતું. આનો અર્થ એ થયો કે હવે ફક્ત તે લોકો જ વિઝા મેળવી શકશે જેમની પાસે સ્નાતક સ્તરની ડિગ્રી વાળી નોકરી હશે.આ કારણે, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને કેર જેવા ક્ષેત્રોમાં લગભગ 180 નોકરીઓ વિઝાના કાર્યક્ષેત્રની બહાર થઈ જશે. આ નિયમથી ભારત અને ચીનથી આવતા લોકોને હવે વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.
ADVERTISEMENT
કેર વર્કર વિઝા પર પ્રતિબંધ
બ્રિટને વિદેશથી નર્સિંગ આસિસ્ટન્ટ જેવા કાર્યકરોની ભરતી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ ફેરફારો 22 જુલાઈ 2025થી અમલમાં આવ્યા છે. જો કે, જે લોકો પહેલાથી જ આ વિઝા પર કામ કરી રહ્યા છે, તેમના માટે 2028 સુધી ટ્રાંઝિશન પિરિયડ રહેશે, જેનો અર્થ એ થાય છે કે તેઓ તેમના વિઝા રિન્યુ કરી શકશે. આ ક્ષેત્રમાં નવા લોકોને વિઝા મળી શકશે નહીં. ભારતના કેરળ અને પંજાબમાંથી મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રમાં કામ કરવા જતાં હતાં. આ રસ્તો હવે તેમના માટે બંધ થઈ જશે .
ADVERTISEMENT
અંગ્રેજી ભાષાના કડક નિયમો
તમામ વિઝા માટે માટે હવે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે. મુખ્ય અરજદાર CEFR B2 પર પહેલાથી જ અંગ્રેજી બોલતા અને સમજતા હોવા જોઈએ, જ્યારે આશ્રિતોએ મૂળભૂત સ્તર (A1) પાસ કરવું આવશ્યક છે. વિઝા રિન્યુઅલ માટે A2 લેવલ અને સેટલમેન્ટ માટે B2 લેવલ જરૂરી રહેશે. ભારત અને ચીન જેવા દેશના લોકો માટે આ એક પડકારરૂપ પરિસ્થિતિ છે. ખાસ એ લોકો માટે જેમનું અંગ્રેજી નબળું છે.
ADVERTISEMENT

સેટલમેન્ટનો સમય થયો બમણો
અગાઉ, બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી, લોકો ILR એટલે કે કાયમી નિવાસ માટે અરજી કરી શકતા હતા. હવે આ સમય વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. જોકે, ડોકટર, નર્સ, એન્જિનિયર અથવા AI નિષ્ણાતો જેવી પોસ્ટ ધરાવતા લોકો, જેમનું અર્થતંત્ર અથવા સમાજમાં યોગદાન વધુ હશે, તેઓ ઓછા સમયમાં સેટલમેન્ટ મેળવી શકે છે. આ છૂટ કોને મળશે તે પાછળથી નક્કી કરવામાં આવશે. લાંબા સમયથી બ્રિટનમાં સ્થાયી થવાનું સ્વપ્ન જોતા ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સ માટે આ એક મોટો ઝાટકો છે.
ગ્રેજ્યુએટ વિઝાના સમયમાં ઘટાડો
વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ વિઝા એટલે કે જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામ કરવાની મંજૂરી આપે છે તેનો સમયગાળો 2 વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવ્યો છે. પહેલા પીએચડી સ્ટુડન્ટને 3 વર્ષ મળતા હતા, પરંતુ હવે તે દરેક માટે આ સમય ફક્ત 18 મહિનાનો રહેશે. ભારત અને ચીનમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે અને આ ફેરફારથી તેમનો નોકરી શોધવાનો સમય ઓછો થશે.
ઇમિગ્રેશન સ્કિલ ચાર્જમાં વધારો
હવે દરેક વિદેશી કર્મચારી માટે હાય ઇમિગ્રેશન સ્કિલ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં 32% નો વધારો થયો છે. નાની કંપનીઓ માટે આ ચાર્જ 480 પાઉન્ડ અને મોટી કંપનીઓ માટે વાર્ષિક 1320 પાઉન્ડ થઈ ગયો છે. તેનાથી કંપનીઓ પર ખર્ચ વધશે, જે ભારતીય અને ચીની વ્યાવસાયિકોના રોજગાર પર અસર કરી શકે છે.
ભારત પર શું અસર પડશે?
બ્રિટનમાં બિન-યુરોપિયન પ્રવાસીઓનો સૌથી મોટો સમૂહ ભારત છે. 2023 માં, 2.5 લાખ ભારતીયો બ્રિટન ગયા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ હતા. જાણો નવા નિયમો ભારતીઓને કેવી અસર કરશે?
વધુ વાંચો: H-1B વિઝાને લઇ અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, સીધી ભારતીયોને થશે અસર
અન્ય દેશો પર શું અસર પડશે?
આ નવાં નિયમોથી પાકિસ્તાન, નાઇજીરીયા અને શ્રીલંકા જેવા દેશમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ પર પણ ઊંડી અસર પડશે. નાઇજિરિયન અને પાકિસ્તાની વર્કર્સ માટે, ખાસ કરીને કેરવર્કર્સ તરીકે કામ કરતા લોકો માટે, બ્રિટન જવું હવે લગભગ અશક્ય બની ગયું છે. આ દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ વિઝાની ટૂંકી અવધિ અને અંગ્રેજી પરીક્ષાની કડકતાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.