બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:26 AM, 22 July 2025
US H1B Visa: અમેરિકા જવું એ મોટા ભાગના ભારતીયોનું સપનું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીવાર સત્તા પર આવ્યા પછી તેમણે ગેરકાયદેસર(illlegal immigrants) રીતે અમેરિકામાં વસતા લોકોનો દેશનિકાલ કર્યો છે. તો વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આ વચ્ચે ટ્રમ્પ H-1B વિઝા નિયમોના માળખામાં મોટાપાયે પરિવર્તન કરવા જઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ભારતીયો H-1B વિઝામાં 70 ટકા હિસ્સો ધરાવે છે.
ADVERTISEMENT
ત્યારે હવે અમેરિકા H-1B વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા વિઝાની લોટરી પદ્ધતિને દૂર કરી નવી વેઇટેજ આધારિત સિસ્ટમ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ ફેરફાર અમલમાં આવશે તો સૌથી વધુ અસર ભારતીયો પર પડશે કારણ કે હાલમાં H-1B વિઝાના 70 ટકા હિસ્સેદાર ભારતીયો છે.

ADVERTISEMENT
લોટરી સિસ્ટમ દ્વારા વિઝા
વાત કરીએ H-1B વિઝાની તો હાલમાં આ વિઝા રેન્ડમ લોટરી સિસ્ટમ (Random Lottery System) દ્વારા આપવામાં આવે છે. આ લોટરી પદ્ધતિમાં કોઈ વ્યક્તિની લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન કે સેલેરી પર ધ્યાન આપવામાં આવતું નથી. દરેક અરજદારોને સમાન ધોરણે પસંદગી માટેનો અવકાશ મળે છે. પરિણામે મોટી ટેક કંપનીઓ જેવી કે એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી કંપનીઓમાં મોટા પ્રમાણમાં અરજી કરીને લાખો લોકો આ વિઝા મેળવી રહ્યા છે. હવે આ સિસ્ટમમાં બદલાવ લાવવા પર વિચાર ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
પસંદગીના માપદંડમાં ફેરફાર
જૂની સિસ્ટમના બદલાવના પગલે ટ્રમ્પ વહીવટીતંત્રએ વિઝાની નવી પસંદગી પ્રક્રિયા માટે વેઇટેજ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે વિઝા આપતી વખતે એમ્પ્લોયરની સેલેરી, ક્વોલિફિકેશન અને એજ્યુકેશન વગેરે પાસાને ધ્યાનમાં લેવામાં આવશે. અને આ માપદંડોને આધારે પસંદગી કરવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા અમેરિકન નાગરિકોની નોકરી પર જોખમ ન આવે અને ઊંચી લાયકાત ધરાવનાર પ્રોફેશનલ્સને આગ્રહ આપવામાં આવે એ હેતુથી લાગુ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પાયલોટ પ્રોજેક્ટ
હોમલેન્ડ સુરક્ષા વિભાગની ફાઇલિંગ મુજબ આ નવી સિસ્ટમ અત્યારે માત્ર થોડા અરજદારોને જ લાગુ પડશે એટલે કે આ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલા અમલમાં આવશે. આશરે 85000 વિઝા સુધી આ નવો ફેરફાર અમલમાં આવશે. જેમાંથી 20000 વિઝા અમેરિકાની યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હોય તે પ્રોફેશનલ માટે અનામત રહેશે. યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને આ વાર્ષિક લિમિટથી મુક્ત રાખવામાં આવશે જેથી તેઓ વર્ષ દરમિયાન વર્લ્ડના તમામ ખૂણેથી કે કોઈપણ દેશમાંથી યોગ્ય ક્વોલિફિકેશન કે પ્રતિભા ધરાવતા લોકોને ચાન્સ આપી શકે.
ADVERTISEMENT

આ નવી વેઇટેજ આધારિત સિસ્ટમથી ભારતના એવા અનુભવી અને ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સને લાભ થશે જેમણે ઉચ્ચ શિક્ષણ અને સારા પેકેજ સાથે નોકરી માટે અરજી કરી છે. હવે માત્ર નસીબ પર નહીં, પણ લાયકાત પર વિઝા મળશે. આ વિઝા distribution પ્રક્રિયાની જવાબદારી અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) સંભાળશે. અમેરિકાના નાગરિકો માટે નોકરીની તક યથાવત રહે અને સાથે સાથે અમેરિકામાં બેસ્ટ ઇન્ટરનેશનલ ટેલેન્ટ આવરી શકાય તેવો સંતુલિત પ્રયાસ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે પહોંચી જાઓ આ દેશમાં, ને ડિગ્રી મેળવો સસ્તામાં, જોઇ લેજો ટોપ-10 યુનિવર્સિટીનું લિસ્ટ

જો આ નવો નિયમ લાગુ પડે છે તો તે ભારતીયો માટે એક સારી અને નવી તક બની શકે છે. ખાસ કરીને તેમના માટે જેમની પાસે હાઈ એજ્યુકેશન, ટોપ ક્વોલિફિકેશન અને બેસ્ટ વર્ક એક્સપીરીયન્સ ધરાવે છે. જોકે સામાન્ય અરજદારો માટે સ્પર્ધા વધુ કઠિન બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.