બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટોક્યોને પછાડીને આ બન્યું દુનિયાનું સૌથી મોટું શહેર, દિલ્હી ટોપ-3માંથી બહાર, જૂઓ આખું લિસ્ટ

વિશ્વ / ટોક્યોને પછાડીને આ બન્યું દુનિયાનું સૌથી મોટું શહેર, દિલ્હી ટોપ-3માંથી બહાર, જૂઓ આખું લિસ્ટ

Priykant Shrimali

Last Updated: 12:48 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Top 10 world largest city : યુક્ત રાષ્ટ્રનો તાજેતરનો અહેવાલ વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025માં મોટી અપડેટ, અહીં ક્લિક કરી જાણો તમામ વિગતો

Top 10 world largest city : સંયુક્ત રાષ્ટ્રનો તાજેતરનો અહેવાલ વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025 એક એવું ચિત્ર રજૂ કરે છે જે ફક્ત વર્તમાનને જ નહીં પરંતુ ભવિષ્યના પડકારોને પણ પ્રકાશિત કરે છે. આ અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા હવે વિશ્વનું સૌથી મોટું શહેર બની ગયું છે, જેની વસ્તી આશરે 42 મિલિયન છે. આ ખિતાબ દાયકાઓથી જાપાનની રાજધાની ટોક્યો પાસે હતો પરંતુ હવે ટોક્યો ત્રીજા સ્થાને સરકી ગયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા બીજા સ્થાને છે જ્યારે ભારતની રાજધાની દિલ્હી ટોચના ત્રણમાંથી બહાર નીકળી ગઈ છે.

ટોચના 10 શહેરો (2025)

  1. જકાર્તા, ઇન્ડોનેશિયા – 41.9 મિલિયન
  2. ઢાકા, બાંગ્લાદેશ – 36.6 મિલિયન
  3. ટોક્યો, જાપાન – 33.4 મિલિયન
  4. નવી દિલ્હી, ભારત – 30.2 મિલિયન
  5. શાંઘાઈ, ચીન – 29.6 મિલિયન
  6. ગુઆંગઝુ, ચીન – 27.6 મિલિયન
  7. મનીલા, ફિલિપાઈન્સ – 24.7 મિલિયન
  8. કોલકાતા, ભારત – 22.5 મિલિયન
  9. સિઓલ, દક્ષિણ કોરિયા – 22.5 મિલિયન
  10. કૈરો, ઇજિપ્ત – 23 મિલિયન

આ યાદી એશિયાના પ્રભુત્વને દર્શાવે છે-ટોચના 10 શહેરોમાંથી નવ એશિયાના છે અને માત્ર કૈરો એશિયાની બહારનું એકમાત્ર શહેર છે.

શહેરીકરણ અને વૈશ્વિક પરિવર્તન

સંયુક્ત રાષ્ટ્રના “વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025” મુજબ 2025 સુધીમાં વિશ્વની વસ્તીનું લગભગ 80% શહેરોમાં વસશે. મેગાસિટીઓ (10 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરો) 1975 માં 8 થી વધીને 33 થઈ ગઈ છે, જેમાંથી 19 એશિયામાં છે.

જકાર્તાનો ઉદય

જાવા ટાપુના પશ્ચિમ કિનારે આવેલ જકાર્તા એક સમયે ડચ વસાહત (બાટાવિયા) હતી. 1945 પછી તે ઝડપી આર્થિક વિકાસ, ગ્રામીણ-શહેરી સ્થળાંતર અને ઊંચા જન્મ દર સાથે એક મેગાસિટીમાં રૂપાંતરિત થયું. 41.9 મિલિયન વસ્તી ધરાવતા આ શહેરને હવે આબોહવા પરિવર્તન અને પૂર જેવા પડકારોનો સામનો છે. ઇન્ડોનેશિયા આગામી સમયમાં નવી રાજધાની નુસંતારા બોર્નિયોમાં સ્થાપિત કરવા જઈ રહી છે, જે જકાર્તા પર બોજ ઘટાડશે.

ઢાકા : દક્ષિણ એશિયાનું ઝડપથી વિકસતું શહેર

બાંગ્લાદેશનું ઢાકા 36.6 મિલિયન વસ્તી સાથે દક્ષિણ એશિયાની શહેરોને ઝડપી વિકાસના સ્તર પર લઈ ગયું છે. તે કાપડ ઉદ્યોગ અને સ્થળાંતરનું કેન્દ્ર છે. 2050 સુધીમાં આ શહેર 50 મિલિયન વસ્તી ધરાવનાર શહેર બની શકે છે, પરંતુ ગરીબી, પ્રદૂષણ અને પૂર જેવા પડકારો હજુ પણ તેના વિકાસને અસર કરે છે.

ટોક્યો

1950 થી ટોક્યો સતત ટોચ પર રહ્યું છે પરંતુ હવે તેની વસ્તી ઘટીને 33.4 મિલિયન થઈ ગઈ છે. જાપાનના ઓછા જન્મ દર, વૃદ્ધત્વ અને ઇમિગ્રેશનના અભાવના કારણે ટોક્યોનો વસ્તી ઘટી રહ્યો છે. અન્ય પક્ષે બીજી દુનિયાના સૌથી મહાનગર તરીકે ટોક્યોનો અર્થતંત્ર અને આધુનિકતામાં નોંધપાત્ર યોગદાન છે.

આ પણ વાંચો : નેશનલ ગાર્ડ પર હુમલા બાદ ટ્રમ્પની મોટી કાર્યવાહી : 19 દેશોના ગ્રીન કાર્ડ પર ફરી ચકાસણી, ભારત પર અસર પડશે?

આબોહવા પરિવર્તન, અસમાનતા અને મકાન-સૂવિધા જેવા પડકારો હજુ પણ મહાનગરોને પરિક્ષા માટે લાવે છે. 2050 સુધી, ઢાકા અને જકાર્તા 50 મિલિયન વસ્તી પાર કરી શકે છે, જે વૈશ્વિક શહેરીકરણના નવા ચહેરા દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tokyo Top 10 world largest city Jakarta
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ