બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:31 PM, 12 December 2025
Japan Earthquake-Tsunami Alert: દિવસેને દિવસે ભૂકંપની સંખ્યા વધી રહી છે, જે એક ગંભીર બાબત છે. દરરોજ, દુનિયાના વિવિધ ભાગોમાં કેટલાય ભૂકંપ આવે છે. ત્યારે આજે સવારે ફરી એકવાર જાપાનમાં અઠવાડિયાનો ચોથો ભૂકંપ આવ્યો, જેનાથી ગભરાટ ફેલાયો. સમગ્ર જાપાનમાં જોરદાર ભૂકંપ અનુભવાયો. માહિતી પ્રમાણે, આજે શુક્રવારે 12 ડિસેમ્બરે ભારતીય સમય મુજબ સવારે 8:14 વાગ્યે જાપાનના આઓમોરીના હાચિનોહેમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10.7 કિલોમીટર હતી. જાપાન જીઓફિઝિકલ એજન્સી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી. આ ભૂકંપ પછી તરત જ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
Strong magnitude 6.7 earthquake hit Japan’s northeast on December 12th, prompting a tsunami warning across coastal zones pic.twitter.com/tmRCeW0UIR
— Surajit (@surajit_ghosh2) December 12, 2025
જાપાન હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે દેશના ઉત્તરપૂર્વ ભાગમાં રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નુકસાન વિશે તાત્કાલિક કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. કહેવાઈ રહ્યું છે કે ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેણે દરિયાકાંઠાના વિસ્તારો અને દૂરના શહેરોને હચમચાવી નાખ્યા.
ADVERTISEMENT
Just In: Shocking first footage shows the 6.7 magnitude earthquake shaking Japan moments after impact on December 12th, 2025 pic.twitter.com/pGo93gLl5C
— Surajit (@surajit_ghosh2) December 12, 2025
ADVERTISEMENT
ભૂકંપના કારણે હાચિનોહે અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ દરિયાકાંઠાની નજીક આવ્યો હોવાથી, તીવ્ર ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેઓ પોતાના ઘરોમાંથી બહાર ભાગી ગયા હતા. જો કે હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેટલાક ઘરો અને ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે અને કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે.
Shocking visuals from Yokohama Port as 6.7 magnitude earthquake rattles Japan today pic.twitter.com/sZxcAz7Jhu
— Surajit (@surajit_ghosh2) December 12, 2025
ADVERTISEMENT
આ ભૂકંપ પછી જાપાન હવામાન એજન્સીએ સુનામી ચેતવણી જારી કરી છે. હોક્કાઇડો અને આઓમોરીના પેસિફિક દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ઇવાતે અને મિયાગી પ્રીફેક્ચર્સ માટે સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. દેશમાં અગાઉ 7.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં જણાવ્યું છે કે 1 મીટર ઊંચા મોજા ઉછળ્યા છે. ઘણા દરિયાકાંઠાના વિસ્તારો બપોર સુધી એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જાપાનમાં એક અઠવાડિયામાં ચોથી વાર ભૂકંપ આવ્યો છે. અગાઉ સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે સમગ્ર દેશમાં ભારે તબાહી મચાવી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા અને આશરે 90,000 રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ભૂકંપ પછી જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરપૂર્વીય કિનારા પર 3 મીટર ઊંચી સુનામી આવી શકે છે. હોક્કાઇડો, આઓમોરી અને ઇવાતે પ્રીફેક્ચર માટે ચેતવણી જારી કરવામાં આવી હતી. ભૂકંપને કારણે, પૂર્વ જાપાન રેલવેએ આ વિસ્તારમાં કેટલીક ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો: વેનેઝુએલાને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, 6 શિપિંગ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
આ પછી બીજા દિવસે મંગળવારે હોંચો શહેરમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ફરી બુધવારે પણ આઓમોરી અને હોક્કાઇડોમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે હવે આજે શુક્રવારે 6.7ની તીવ્રતાના વધુ એક શક્તિશાળી ભૂકંપે જાપાનને હચમચાવી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.