બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વેનેઝુએલાને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, 6 શિપિંગ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

તણાવ / વેનેઝુએલાને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, 6 શિપિંગ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

Priyankka Triveddi

Last Updated: 08:13 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Venezuela Tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ હવે લગભગ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક દિવસ પહેલા જ વેનેઝુએલાએ ચેતવણી આપી હતો અને હવે પુર્ટોરિકોમાં અમેરિકાના સૈન્ય વિમાનોની ગતિવિધિઓ વધી ગઈ છે, અમેરિકાએ લેન્ડ સ્ટ્રાઈક શરૂ કરવાની ધમકી પહેલાથી જ આપી હતી.

US Venezuela Tension: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની 6 શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ વેનેઝુએલા સામે માદક પદાર્થોની ચોરી સામે મોરચો શરૂ કર્યો છે અને અમેરિકા નથી ઇચ્છતું કે કોઈપણ રીતે દરિયાઈ રસ્તે વેનેઝુએલા અમેરિકા સુધી પહોંચે અને ત્યાંનાં લોકોએ નશાની લત લાગે.

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતાં જતાં તણાવને પગલે કેરેબિયન ક્ષેત્રમાં સૈન્ય વધારી દેવામાં આવ્યું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 11 ડિસેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વેનેઝુએલા જમીનના રસ્તે તેમના દેશમાં કેફી અને માદક દ્રવ્યો આવતા રોકવા માટે ગમે ત્યારે લેન્ડ સ્ટ્રાઈક કરી શકે છે. જો કે આ પહેલા પણ ટ્રમ્પ આ અઠવાડિયામાં જ ઘણીવાર વેનેઝુએલા સામે સૈન્યની કાર્યવાહી અંગે ચેતવણી આપી ચૂક્યા છે.

કેરેબિયન વિસ્તારમાં સૈન્યની ગતિવિધિમાં વધારો

ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે વેનેઝુએલાના લીધે અમેરિકામાં ડ્રગ ટ્રાફિકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ રોકાવું એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી થઈ ગયું છે. ટ્રમ્પે પહેલાથી જ જમીન માર્ગે હુમલો કરવાની ચેતવણી આપી હતી અને ત્યારબાદ હવે કેરેબિયન વિસ્તારમાં અમેરિકાના સૈન્યની ગતિવિધિઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પ્યુટો રિકોના પોંસે એર ફિલ્ડ પર ગુરુવારે એક યુએસ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર અને મરીન કોર્પ્સના ટિલ્ટ રોત્ર ઓસપ્રે વિમાન ટેક ઓફ અને લેન્ડ કરતાં નજત આવ્યા હતા. આ તમામ ગતિવિધિઓ એવા સમયે થઈ રહી છે જ્યારે વેનેઝુએલા પર અમેરિકા પહેલાથી દબાવ બનાવીને બેઠું છે.

વેનેઝુએલાની શીપ પર હુમલો

અમેરિકાની નેવી અને વાયુસેનાએ હાલમાં જ કેરેબિયન વિસ્તારમાં અમુક શીપ પર હુમલો કર્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ તમ શીપ્સ વેનેઝુએલાના ડ્રગ્સ કાર્ટેલનો ભાગ હતી અને અમેરિકામાં કરવામાં આવતી ડ્રગ્સની ઘૂસણખોરીનો ભાગ હતી. સાથે જ અમેરિકાએ વેનેઝુએલાના 'કાર્ટેલ ડે લોસ સોલેસ' ને વિદેશી આતંકવાદ સંગઠન જાહેર કર્યું છે. તેના પર આરોપ છે કે 'Cartel de los Soles' વેનેઝુએલાના સુરક્ષા બળો અને રાજનૈતિક તંતરની અંદર રહીને કામ કરનાર એક મોટું ડ્રગ નેટવર્ક છે, જેને રોકવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે. આ અમેરિકાની કાર્યવાહીને લઈને વેનેઝુએલાએ હંમેશા વિરોધ દર્શાવ્યો છે.

આ ક્રમમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ હાલમાં જ અમેરિકા દેયર એક વેનેઝુએલન ઓઇલ ટેન્કરને જપ્ત કરી લેવાની આકરી ટીકા કરી હતી. માદુરોએ આ કાર્યવાહીને' સમુદ્રી ડકેટી' કહ્યું છે અને કહ્યું કે અમેરિકા ઇન્ટરનેશલ લૉનું ઉલ્લંઘન કરી રહયું છે. તેમણે દાવો કર્યો છે કે ઓઇલ ટેન્કરની કબજો એ વેનેઝુએલાની સંપતિ પર ગેરકાયદે કબજો છે અને અમેરિકાનો ઉદ્દેશ્ય દેશની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરવાનો છે. કેરેબિયન સાગરમાં વધી રહેલ અમેરિકન સૈન્યની સંખ્યા અને વેનેઝુએલા તરફથી મળેલી પ્રતિક્રિયાએ આ બંને દેશો વચ્ચેના તણાવને એક નવા સ્તરે જ પહોંચાડી દીધું છે. આવનાર સમયમાં આ તણાવ વધુ ગંભીર સ્વરૂપ લે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: અમેરિકા બાદ હવે આ દેશે ભારત પર લગાવી દીધો 50 ટકા ટેરિફ, ઘણી ચીજો થઈ જશે મોંઘી

vtv app promotion

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે વેનેઝુએલામાં રાજનૈતિક અસ્થિરતા અને આર્થિક સંકટને કારણે ડ્રગનું નેટવર્ક વધુ સક્રિય થઈ ગયું છે. અમેરિકા રક્ષા વિભાગ પેન્ટાગને પુષ્ટિ આપી છે કે કેરેવઇયાં વિસ્તારમાં સેનનો ખડકલો એ ઇન્ટેલિજન્સ ડ્રિવન ઓપરેશનનો ભાગ છે. જેનો ઉદેશ્ય ડ્રગ્સ રૂટ્સની સુપરવિઝન વધારવાનું છે. ઑસ્પ્રે અને કોસ્ટ ગાર્ડ યુનિટને તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈયાર રાખવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Venezuela Tension Donald Trump Warning Land Strikes
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ