બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / શાકભાજીની જેમ આખો માણસ કાપી નાખ્યો, ટુકડાં કૂકરમાં બાફ્યાં, 'કસાઈના કાંડ'થી આખી દુનિયા કાંપી
Last Updated: 02:42 PM, 21 May 2025
માણસ ગુનો કરે ત્યારે પાછું વળીને જોતો પણ નથી. કદાચ તેણે પગથી માથા સુધી આવી તૈયારી કરી રાખી હશે તો જ હાર્ટ ફાટી પડે તેવા કામને અંજામ આપતો હોય છે. પહેલા કસાઈનું કામ કરનાર એક શખ્સે રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને શાકભાજીની જેમ કાપી નાખ્યો અને તેના ટુકડા કરીને કૂકરમાં બાફ્યાં હતા અને પછી તેને અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધાં હતા. પુરાવાનો નાશ કરવા માટે કસાઈએ આવું કર્યું હતું.
ADVERTISEMENT
French pizza chef admits to killing man, cooking body in vegetables
— Rifnote (@viarifnote) May 20, 2025
“What I’m going to tell you is horrific,” Schneider reportedly told police, before describing how he burned Meichler’s head, hands, and feet, scattered remains across the area, and tried cooking parts of the… pic.twitter.com/xlGAPPcd2M
ક્યાં બની ખૌફનાક ઘટના
ADVERTISEMENT
ફ્રાન્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રેસ્ટોરન્ટ માલિકે કથિત રીતે એક માણસની હત્યા કરી, તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને પછી પોતાનો ગુનો છુપાવવા માટે પીડિતના શરીરના ટુકડા શાકભાજીના વાસણમાં રાંધ્યા. 29 વર્ષીય ફિલિપ સ્નેઇડરે ફેબ્રુઆરી 2023 માં જ્યોર્જ મેઇચલર નામના 60 વર્ષીય શખ્સની હત્યા કરી નાખી હતી.
કેવી રીતે પ્રકાશમાં આવ્યો મામલો
સ્નેડર પહેલા કસાઈનું કામ કરતો હતો. આમ તો તેની હત્યા ખબર ન પડેત પણ પિતાનો સંપર્ક ન કરી શકવાને કારણે તેને શક પડવા લાગ્યો અને પુત્રીએ પોલીસને તેના પિતાના ગુમ થવા વિશે જાણ કરી. તપાસ શરૂ કરવામાં આવી. સ્નેડર અને તેના સાથી નથાલી કાબુબાસી (45) શહેરમાં પીડિતની કાર ચલાવતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યાર બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેની સામે કોર્ટમાં કેસ ચલાવ્યો.
કેવી રીતે કરી હત્યા
આ દંપતીએ 2019 માં આ પ્રદેશમાં રહેવા ગયા હોવાનો દાવો કર્યો હતો. સ્નેઇડરે તેના બગીચાના છોડમાંથી બનાવેલ "જાદુઈ દવા" વેચી હતી. આરોપીએ ત્યારબાદ સેન્ટ-સેર્નિન-સુર-રેન્સમાં ડોન ફિલિપ્પો નામનું પિઝેરિયા ખોલ્યું. પૂછપરછ દરમિયાન, સ્નેઇડરે પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં, આરોપીએ દાવો કર્યો હતો કે ઝઘડા પછી તેણે ભૂલથી મિચલરની હત્યા કરી હતી. જોકે, સ્નેઇડરે પોલીસને જણાવ્યું હતું કે તે મિચલરના ઘરે ગાંજો ચોરી કરવા ગયો હતો અને ત્રીજા શંકાસ્પદ, લૂપ બેનરાકિયાની મદદ પણ લીધી હતી. અહેવાલ મુજબ, બેનરાકિયા કબર ખોદનાર હતો. સ્નેડરે કહ્યું કે તેણે પીડિતને બાંધી દીધો અને ગળું દબાવી દીધું. ત્યાર બાદ પીડિતાના શરીરને તેના સ્થાને લઈ ગયો અને તેનો નાશ કરવા માટે ત્રણ દિવસ રાહ જોઈ. જોકે, આરોપીએ પછી મીચલરના શરીરના ટુકડા કરી દીધા અને કસાઈના છરીથી અંગોને બાળી નાખ્યા. પીડિતાના ઘરે પાછા ફર્યા પછી, આરોપીએ તેના બાકીના અંગોને શાકભાજીના વાસણમાં રાંધ્યા. ત્યારબાદ તેણે મીચલરનું માથું બાળી નાખ્યું અને રાખ તેની મિલકત પર વેરવિખેર કરી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.