બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'પતિનું કામ 20 વર્ષની છોકરીઓને નેતાઓ પાસે સુવડાવાનું છે' નેતાની પત્નીનો ઘટસ્ફોટ, રાજનીતિમાં ચકચાર
Last Updated: 03:28 PM, 22 May 2025
તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યાં છે. તમિલનાડુની એક યુવતીએ તેના પતિ પર એવો આરોપ મૂક્યો છે તેના પતિ ડીએમકે સાથે જોડાયેલો છે અને તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકીય નેતાઓ પાસે સુવડાવવાનું છે. તેણે કહ્યું કે પતિ તેને પણ શારીરિક અને માનસિક યાતના આપી રહ્યો છે. તે પાગલ કૂતરાની જેમ મારી પાછળ પડ્યો છે.
ADVERTISEMENT
યુવતીએ તેના પતિ પર શું આરોપ મૂક્યા
અરક્કોનમ જિલ્લાની 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીએ કહ્યું કે તેના પતિએ તેને ધમકી આપી છે કે જો તે ક્યારેક પણ પોલીસમાં ફરિયાદ કરશે તો તેના ઘરમાં આગ લગાવી દેશે. "તેણે કોલેજ જતા રસ્તામાં મારા પર હુમલો કર્યો... મને ઇજા પહોંચાડી અને મારો ફોન તોડી નાખ્યો. તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકારણીઓ સાથે સૂવા માટે ત્રાસ આપવાનું છે... તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે હું ફરિયાદ કરું છું ત્યારે તે મારા ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેણે મને કારમાં ત્રાસ આપ્યો અને મને કહ્યું કે જે પુરુષો તરફ તેણે ઈશારો કર્યો હતો તેમની સાથે સૂઈ જા... હું મારું ઘર પણ છોડી શકતી નથી, આ માનસિક યાતનાને કારણે હું મારી કોલેજની પરીક્ષા પણ આપી શક્તિ નથી. યુવતીએ કહ્યું કે પતિ બધાની સામે તેની સાથે ખોટો વ્યવહાર કરે છે. તેણે ડીએમકેના વડા અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને કાર્યવાહી કરવા હાકલ કરી છે નહીંતર આત્મહત્યાની ધમકી આપી છે.
ADVERTISEMENT
ઘણા પુરુષો સાથે સુવા માટે દબાણ
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિએ તેને ઘણા પુરુષો સાથે પરિચય કરાવ્યો હતો, અને તેણે ધાર્યું હતું કે તેને સેક્સ માટે બીજા પુરુષો પાસે મોકલવામાં આવશે. તેણે કહ્યું કે તે મને પણ ટોર્ચર કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'પુરુષના આ ભાગ સામે જુઓ, મૂડ આવી જશે, ડોક્ટરે છોકરીઓને આપી અજીબ સલાહ, થઈ જશે તરત પ્રેમ
પોલીસે શું કહ્યું
ADVERTISEMENT
પોલીસે આખરે તેની ફરિયાદ નોંધી, ત્યારે મહિલાએ તેના પતિ અને તમિલનાડુના શાળા શિક્ષણ મંત્રી, અનબિલ મહેશ પોય્યામોઝી વચ્ચેના સંબંધોનો પણ દાવો કર્યો. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે જાતીય હુમલો કરવાના કોઈ પુરાવા હાલમાં નથી. પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.