બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પને તમાચો! ભારતવંશી ડેમોક્રેટિક ઝોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ચૂંટણીમાં ઐતિહાસિક જીત

અમેરિકા / ટ્રમ્પને તમાચો! ભારતવંશી ડેમોક્રેટિક ઝોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ચૂંટણીમાં ઐતિહાસિક જીત

Hiralal Parmar

Last Updated: 08:28 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે વિરોધની વચ્ચે પણ ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીતી લીધી છે.

અમેરિકી પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ભારે વિરોધ અને ધમકીઓની વચ્ચે ડેમોક્રેટિક ઉમેદવાર અને ભારતવંશી ઝોહરાન મમદાનીનો ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. ટ્રમ્પે મમદાનીનો ખૂબ વિરોધ કર્યો હતો અને તેમણે અપક્ષ ઉમેદવાર એન્ડ્રયુ કુઓમોનું સમર્થન કર્યુ હતું. જોકે ટ્રમ્પનો વિરોધ જરા પણ ન ચાલ્યો અને લોકોએ મમદાનીને ખોબલે ને ખોબલે વોટ આપીને ભવ્ય વિજયી બનાવ્યાં હતા.

અમેરિકાના સૌથી મોટા શહેરે ઈતિહાસ રચ્યો

અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી શહેર ન્યૂ યોર્કમાં ઇતિહાસ રચાયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે. આ જીત સાથે, તેઓ છેલ્લા 100 વર્ષમાં ન્યૂ યોર્કના સૌથી યુવા, પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે.

ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો

આ જીત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટો ફટકો છે, જેઓ સતત મમદાનીનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે તેમને "ઉગ્ર સામ્યવાદી" પણ કહ્યા હતા અને ચૂંટણી પહેલા ચેતવણી પણ આપી હતી કે જો મમદાની જીતશે, તો ન્યૂ યોર્કને ફેડરલ ફંડિંગમાં કાપ મૂકવામાં આવશે.

વધુ વાંચો : VIDEO : વૈભવી વૈશ્યાલય! હાઈ-ફાઈ ચેમ્બરમાં રુપાળી છોકરીઓ ગ્રાહકોની 'રાતો રંગીન' કરતી દેખાઈ, વીડિયો વાયરલ

ન્યૂયોર્ક ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ

ન્યૂયોર્ક પહેલાથી જ ડેમોક્રેટિક ગઢ માનવામાં આવે છે, અને મમદાનીની ઐતિહાસિક જીતે આ ગઢને વધુ મજબૂત બનાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zohran mamdani news zohran mamdani new york mayor election result
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ