બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / World Kidney Day drink coffee keeps our kidney healthy
કિડની રોગ વૈશ્વિક સ્તર પર ઝડપથી વધતી બીમારીમાંથી એક છે. લગભગ દરેક ઉંમરના વ્યક્તિમાં કિડનીની બીમારીનો ખતરો જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે ખરાબ લાઈફસ્ટાઈ અને આહારના કારણે શરીરના અન્ય અંગો પર પણ તેની નકારાત્મક અસર પડે છે.
ADVERTISEMENT

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કિડનીની સમસ્યાઓ ગંભીર અને જીવલેણ હોઈ શકે છે. આટલું જ નહીં કિડના દર્દીઓમાં ડિપ્રેશન-સ્ટ્રેસ જેવી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓના પણ વિકસિત થવાનો ખતરો જોઈ શકાય છે. માટે જરૂરી છે કે નાની ઉંમરથી જ આ અંગની સારી દેખરેખ રાખવામાં આવે.
ADVERTISEMENT
આજે છે વિશ્વ કિડની દિવસ
આજે વિશ્વ કિડની દિવસ છે દુનિયાભરમાં વધતી કિડનીની બીમારીઓ વિશે લોકોને જાગરૂત કરવાના ઉદ્દેશ્યથી માર્ચ મહિનાના બીજા ગુરૂવારે વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની કિડની ડે થીમ છે- કિડની હેલ્થ ફોર ઓલ.
નિષ્ણાંતોનું કહેવું છે કે કિડનીને સ્વસ્થ્ય રાખવા અને તેના સંબંધિત બીમારીઓથી બચવા માટે આહાર પર ધ્યાન આપવું સૌથી સારૂ છે. અમુક અભ્યાસમાં કોફીના સેવનને કિડનીની બીમારીઓને રોકવા અને કિડની ઈન્જરીના ખતરાને ઓછુ કરનાર ગણાવ્યું છે.
ADVERTISEMENT

કોફીથી કિડનીની સમસ્યાઓ દૂર થાય છે?
આ પહેલાના અભ્યાસમાં કોફીના મર્યાદિત સેવનથી લિવરને થતા ફાયદા વિશે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારના એક અન્ય અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું કે જો તમે મર્યાદિત પ્રમાણમાં કોફી પીવો છો તો તેનાથી કિડનીને લાભ થઈ શકે છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર કોફી પીવાથી કિડનીમાં થતા નુકસાનને રોકી શકાય છે આ ક્રોનિક કિડની ડિઝીઝના ખતરાથી બચવા અને અક્યૂટ કિડની ઈન્જરીને પણ ઓછી કરવામાં તમારી મદદ કરી શકે છે.
અભ્યાસમાં શું ખબર પડી?
કોફી હકીકતે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સમજવા માટે સંશોધકોની ટીમે 45થી 64 વર્ષની ઉંમરના 14,207 વૃદ્ધોને શામેલ કર્યા. તેમાં આહારની આદતોની સાથે કોફીના સેવન અને તેના પ્રભાવોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 24 વર્ષ સુધી કરવામાં આવેલા આ અભ્યાસમાં એકેઆઈના 1694 કેસ સામે આવ્યા.
ADVERTISEMENT
વધુ વાંચો: જો-જો ક્યાંક તમારા શરીરમાં તો નથી ને આ લક્ષણ? નહીંતર કિડનીને થઇ શકે છે આડઅસર
અભ્યાસમાં મળી આવ્યું કે કુલ કેલેરી, શારીરિક ગતિવિધિમાં કમી, ધુમ્રપાન-દારૂનું સેવન અને આહારની ગુણવત્તામાં કમીના કારણે કિડનીની બીમારીઓ વધી જાય છે. જોકે જે ઉમેદવારોએ આહાર અને જીવનશૈલીમાં સુધારની સાથે કોફીનું સેવન કર્યું તેમાં એકેઆઈ જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ મળી આવ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.