બ્રેકિંગ ન્યુઝ
Israel Hamas Peace Plan : ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસાનો અંત આવી ગયો છે. બંને દેશ વચ્ચે સીઝફાયર કરાર થયા હતા, જે બાદ આજથી ઈઝરાયલી બંધકોની મુક્તિ શરુ થઈ ગઈ છે.
ADVERTISEMENT
ભારતમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જો કે કેટલાક કિલોમીટર દૂર ઈઝરાયલમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં એક અનોખી ખુશી જોવા મળી રહી છે. ઇઝરાયલી બંધકોની મુક્તિ શરુ થઈ ગઈ છે.
ADVERTISEMENT
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) October 13, 2025
All Israeli hostages held by Hamas have been released under the ongoing swap deal
First visuals show emotional reunions hugs, tears and relief in Gaza after days of tension
The release marks a major breakthrough in the ceasefire negotiations, offering a brief… pic.twitter.com/RhfaOgwFWx
ADVERTISEMENT
ગાઝામાંથી 48 બંધકોની મુક્તિ થવાની હોવાથી વહેલી સવારથી જ તેલ અવીવના હોસ્ટેજ સ્ક્વેર પર સેંકડો લોકો એકઠા થયા હતા. સાત બંધકોનો પહેલો જથ્થો મુક્ત કરવામાં આવ્યો છે. બંધકોની મુક્તિ પર ઇઝરાયલમાં ઉજવણીનો માહોલ છે.

ADVERTISEMENT
ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF)એ માહિતી આપતા હમાસ મુક્ત કરાયેલા સાત વ્યક્તિઓમાં એઇટન મોર, ગેલી બર્મન, ઝીવ બર્મન, ઓમરી મીરાન, એલોન ઓહેલ, ગાય ગિલ્બોઆ-દલાલ અને માટન એન્ગ્રેસ્ટ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
#WATCH | US President Donald Trump with Israeli President Isaac Herzog and PM Benjamin Netanyahu as he lands in Israel.
— ANI (@ANI) October 13, 2025
The US President has touched down here as first set of hostages has been received by Israel Defense Forces.
(Source: GPO VIA REUTERS) pic.twitter.com/fw362ctRZJ
ADVERTISEMENT
બંધકોની મુકિત સમયે એક વીડિયો સામે આવ્યા છે, જેમાં માટન તેમની મા ઈનાવ જંગાઉકર સાથે વાત કરી દેખાઈ રહી છે. તેના પુત્રને મુક્ત થતો જોઈને તેની માતા રડી રહી છે. આ ખૂબ જ હૃદયસ્પર્શી વીડિયો છે. પોતાના દીકરાનો અવાજ સાંભળીને ઈનાવ ખૂબ જ ભાવુક થઈ જાય છે અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે.
🔴🇮🇱 Crowds gathered at a plaza known as the hostages square in Tel Aviv as Hamas released all 20 surviving #Israeli #hostages on Monday.
— FRANCE 24 English (@France24_en) October 13, 2025
Follow our liveblog for more 👉https://t.co/UujZHHJXXM
📸AP Photo pic.twitter.com/iOlxLbVsRt
વધુ વાંચો : યુદ્ધવિરામ બાદ ફરી ગાઝામાં ગોળીબાર થયો, 27 લોકોના મોત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પહોંચ્યા છે. તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરવાના છે. 1949માં ઇઝરાયલની રચના પછી ટ્રમ્પ ઇઝરાયલી સંસદને સંબોધિત કરનારા ચોથા યુએસ પ્રમુખ બનશે. ઇઝરાયલી સંસદના સ્પીકર દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.