બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, ઈરાનને પણ ફાયદો

વિશ્વ / અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, ઈરાનને પણ ફાયદો

Priykant Shrimali

Last Updated: 04:04 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Chabahar Port India : રશિયાના ક્રૂડ ઓઇલને કારણે ભારત અને અમેરિકા વચ્ચેનો તણાવ ઓછો થતો દેખાય છે, વાસ્તવમાં ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે કે...

Iran Chabahar Port India : રશિયાના ક્રૂડ ઓઇલને લઈને ભારત અને અમેરિકાની વચ્ચે ઊભો થયેલો તણાવ હવે ધીમે ધીમે ઓછો થતો જણાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપતા ઈરાનના ચાબહાર બંદર પ્રોજેક્ટ માટે પ્રતિબંધોમાંથી છૂટછાટ લંબાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ અગાઉ ઈરાન સાથે જોડાયેલા બંદરો પર પ્રતિબંધોમાંથી મુક્તિ રદ કરવાની સમયમર્યાદા 29 સપ્ટેમ્બર સુધી નક્કી કરી હતી, પરંતુ હવે આ મુક્તિ લંબાવી દેવામાં આવી છે. આ નિર્ણયથી ભારતના વ્યૂહાત્મક હિતોને મોટી મદદ મળશે અને પ્રાદેશિક વેપાર માટે નવી તક ઉદ્દભવશે.

ભારતનો ઈરાન સાથેનો મહત્વપૂર્ણ કરાર

ભારતે મે 2024માં ઈરાન સાથે 10 વર્ષનો ઐતિહાસિક કરાર કર્યો હતો, જેના હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) એ શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન સંભાળ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન પોતાની જવાબદારી હેઠળ લીધું હતું. અગાઉ 2016માં થયેલો કરાર દર વર્ષે નવીકરણ થતો હતો, પરંતુ હવે આ લાંબા ગાળાની ભાગીદારી બની ગઈ છે.

ચાબહાર બંદરનું વ્યૂહાત્મક મહત્વ

ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો વેપાર માર્ગ પૂરો પાડે છે. આ પ્રોજેક્ટ 2003માં શરૂ કરાયેલ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)નો મહત્વપૂર્ણ હિસ્સો છે, જે ભારતને યુરેશિયન બજારો સાથે વધુ સશક્ત જોડાણ આપે છે.

આ પણ વાંચો : વ્યાજદરને લઇ US ફેડનો મોટો નિર્ણય, જાણો ભારતીય બજાર પર તેની શું અસર દેખાશે?

ટ્રમ્પ સરકારનો નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે ?

ચાબહાર બંદર માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ ભારતની પ્રાદેશિક નીતિ અને સુરક્ષા વ્યૂહરચના માટે પણ કેન્દ્રસ્થાને છે. અમેરિકાની આ છૂટછાટ ભારતને ઈરાન સાથેના પ્રોજેક્ટ્સ આગળ વધારવામાં સહાય કરશે અને દક્ષિણ એશિયાથી લઈને મધ્ય એશિયા સુધી ભારતની હાજરીને વધુ મજબૂત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US sanctions Donald Trump Chabahar Port
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ