બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "બધા ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢો, નહીંતર..." અમેરિકન પત્રકારના ઝેરીલા શબ્દો

વિશ્વ / "બધા ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢો, નહીંતર..." અમેરિકન પત્રકારના ઝેરીલા શબ્દો

Priykant Shrimali

Last Updated: 08:45 AM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indians On America : અમેરિકામાં ભારતીયો સામે વધી રહી છે નફરત, અમેરિકન પત્રકાર મેટ ફોર્નીના નિવેદનોને કારણે ભારે વિવાદ, , અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને ભારત પાછા મોકલી દેવામાં આવે...

Indians On America : અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો સામે છેલ્લા થોડા સમયથી નફરતભર્યા નિવેદનો અને ધમકીઓ વધતી જઈ રહી છે. આ વચ્ચે એક અમેરિકન પત્રકાર મેટ ફોર્નીના નિવેદનોને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. તેમના શબ્દો માત્ર વિવાદાસ્પદ જ નહીં, પરંતુ ભયજનક પણ છે. મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ખાસ કરીને 2026માં અમેરિકામાં ભારતીયો સામે હિંસા વધી શકે છે. તેમણે એવો દાવો કર્યો કે, ભારતીયોના ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા થઈ શકે છે. જો કે ભારે વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

તમામ ભારતીયોને ભારત પાછા મોકલી દેવામાં આવે

અમેરિકન પત્રકાર મેટ ફોર્નીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે, ભારતીય-અમેરિકનોની સલામતી માટે એકમાત્ર રસ્તો એ છે કે, અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને ભારત પાછા મોકલી દેવામાં આવે. તેમનું કહેવું હતું કે આ પગલું દેશની શાંતિ જાળવવા માટે જરૂરી છે. આ પ્રકારનું નિવેદન ઘણા લોકો માટે અપમાનજનક અને અસ્વીકાર્ય હતું. આ ઉપરાંત ફોર્નીએ આરોપ લગાવ્યો કે, જો હિંસા થાય તો તે ગોરા લોકો દ્વારા નહીં પરંતુ અન્ય સમુદાયો દ્વારા કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે, મીડિયા આવી ઘટનાઓને છુપાવવાનો પ્રયાસ કરશે. આવા નિવેદનો સમાજમાં વધુ વિભાજન ઊભું કરે છે.

મેટ ફોર્ની અગાઉથી જ ઇમિગ્રેશનના વિરોધી રહ્યા છે અને તેઓ વારંવાર ભારતીયો સામે ટીકા કરતા આવ્યા છે. તેમના આવા વલણને કારણે તેમને ભૂતકાળમાં નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં તેમને એક જાણીતા મીડિયા સંસ્થામાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમણે એક ભારતીય મૂળની મહિલાને લઈને પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેઓ એક મોટી અમેરિકન કંપનીના CEO બન્યા છે. તેમના નિવેદનોએ સોશિયલ મીડિયા પર ભારે નારાજગી પેદા કરી હતી.

આ પણ વાંચો : અમેરિકામાં ભયંકર ઠંડી વચ્ચે બરફવર્ષા, 1,800થી વધુ ફ્લાઇટ્સ રદ

એક રિસર્ચ રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં સોશિયલ મીડિયા પર ભારતીયો સામે નફરતભર્યા સંદેશાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા સંદેશાઓ જાતિવાદ અને વિદેશી લોકો પ્રત્યેના ડરને વધુ પ્રોત્સાહન આપે છે, જે કોઈ પણ સમાજ માટે ખતરનાક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indians On America American Journalist American journalist Matt Forney
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ