બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 AM, 27 December 2025
America Storms : અમેરિકાના અનેક રાજ્યોમાં ભારે ઠંડી અને બરફવર્ષા કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શિયાળાના શક્તિશાળી તોફાનને કારણે દેશભરના ઘણા એરપોર્ટ પર ફ્લાઇટ્સની અવરજવર પર ગંભીર અસર પડી છે. હજારો મુસાફરોને તેમની મુસાફરી રદ કરવી પડી છે અથવા લાંબા વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
એરલાઇન્સના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 1,800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે 22,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. ખાસ કરીને ગ્રેટ લેક્સ વિસ્તારથી લઈને ઉત્તરપૂર્વી અમેરિકા સુધી બરફ અને ઠંડીનો જોર વધારે જોવા મળી રહ્યો છે, જેના કારણે ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, મિશિગન અને આસપાસના વિસ્તારોમાં એરપોર્ટની કામગીરી પર અસર પડી છે.
What we know so far about the winter #storm hitting the #US on Friday:
— CGTN (@CGTNOfficial) December 27, 2025
-Hundreds of flights have been delayed or canceled at New York's three major airports, along with Philadelphia International Airport, according to FlightAware.
-More than 40,000 homes and businesses lost power… pic.twitter.com/W19sAlcRxl
ADVERTISEMENT
મોટા શહેરોમાં બરફવર્ષાની ચેતવણી
રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે,ન્યૂ યોર્ક સિટી, લોંગ આઇલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં 4થી 8 ઇંચ સુધી બરફ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તો 9 ઇંચ સુધી ભારે બરફવર્ષા થઈ શકે છે. આ ચેતવણી શુક્રવાર સાંજથી શનિવાર બપોર સુધી અમલમાં રહેશે. જોન એફ. કેનેડી, લાગાર્ડિયા અને ડેટ્રોઇટ જેવા મોટા એરપોર્ટોએ મુસાફરોને આગોતરા ચેતવણી આપી છે કે, તેમની ફ્લાઇટ્સ મોડી પડી શકે છે અથવા રદ થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા પોતાની ફ્લાઇટની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
Airlines in the United States have canceled or delayed thousands of flights during peak holiday travel on Friday due to severe winter storm warnings, according to flight tracking website FlightAware.
— Yahoo News (@YahooNews) December 26, 2025
A total of 1,139 flights were canceled and 3,808 delayed as of 12:30 p.m.… pic.twitter.com/iRYRa4ORyo
સૌથી વધુ ફ્લાઇટ્સ રદ કરનાર એરલાઇન્સ
ADVERTISEMENT
જેટબ્લુ એરવેઝે સૌથી વધુ 225 ફ્લાઇટ્સ રદ કરી છે. ત્યારબાદ ડેલ્ટા એર લાઇન્સ, રિપબ્લિક એરવેઝ, અમેરિકન એરલાઇન્સ અને યુનાઇટેડ એરલાઇન્સનો ક્રમ આવે છે. ભારે બરફ અને ખરાબ હવામાનને કારણે આ પગલાં લેવાની ફરજ પડી છે. માત્ર પૂર્વી અમેરિકા જ નહીં, પરંતુ પશ્ચિમ ભાગોમાં પણ ભારે હિમવર્ષાની શક્યતા છે. કેલિફોર્નિયાના ઊંચા પર્વતીય વિસ્તારોમાં 1થી 3 ફૂટ સુધી બરફ પડી શકે છે, જ્યારે કેટલાક રસ્તાઓ પર મુસાફરી જોખમી બની શકે છે.

ADVERTISEMENT
રજાઓના સમયમાં વધતી મુશ્કેલી
આ સમય રજાઓનો હોવાથી લાખો લોકો મુસાફરી કરે છે. અંદાજ મુજબ આ વર્ષે ગયા વર્ષ કરતાં વધુ લોકો લાંબી મુસાફરી કરશે. પરંતુ અચાનક આવેલા આ શિયાળાના તોફાને મુસાફરોની મુશ્કેલી વધારી દીધી છે.
ADVERTISEMENT
લા નીનાનો પ્રભાવ
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ ખરાબ હવામાન પાછળ ‘લા નીના’ નામની આબોહવા પ્રક્રિયા જવાબદાર છે. આ પ્રક્રિયા કારણે હવામાનમાં અચાનક ફેરફાર થાય છે અને ક્યારેક ભારે ઠંડી, બરફવર્ષા અને કુદરતી આફતો સર્જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.