બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:03 AM, 21 June 2026
France Heat Alert : યુરોપ હાલમાં ભીષણ ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અનેક દેશોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હવામાન વિભાગોની ચેતવણીઓ વચ્ચે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ઇટાલી જેવા દેશોમાં ગરમીના કારણે લોકો માટે રોજિંદી જીવનશૈલી પડકારરૂપ બની ગઈ છે.
ADVERTISEMENT
ફ્રાન્સે જાહેર કાર્યક્રમોમાં દારૂ પર લગાવ્યો પ્રતિબંધ
આ તરફ ફ્રાન્સમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ પગલાં ભર્યા છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીના જોખમને ઘટાડવા માટે સરકારે જાહેર કાર્યક્રમોમાં દારૂના સેવન પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓનું માનવું છે કે આકરા તાપમાનમાં આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ જોખમી બની શકે છે.
ADVERTISEMENT
પેરિસ સહિતના મોટા શહેરોમાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે પાર્ક અને જાહેર સ્થળોને વધુ સમય સુધી ખુલ્લા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને પૂરતું પાણી પીવા, તડકાથી બચવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ફ્રાન્સ ઉપરાંત જર્મનીમાં પણ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ઊંચા તાપમાનની સાથે ભેજનું પ્રમાણ વધતાં હવામાનમાં અસ્થિરતા સર્જાઈ રહી છે. નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં ભારે તોફાન અને વીજળીવર્ષાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો : બ્રિટેનમાં બળવો... પીએમ સ્ટાર્મર આજે રાજીનામાની કરી શકે છે જાહેરાત
ADVERTISEMENT
સ્પેનમાં ગરમીનો પ્રભાવ રમતગમત અને જાહેર કાર્યક્રમો પર પણ પડ્યો છે. ભારે ગરમીને કારણે કેટલીક જાહેર જગ્યાઓ અને ચાહકો માટે બનાવવામાં આવેલા વિશેષ ઝોનને સમયસર બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ઇટાલીમાં પણ પ્રવાસન ક્ષેત્ર પર ગરમીની અસર જોવા મળી રહી છે. રોમ સહિતના શહેરોમાં પ્રવાસીઓ માટે ખુલ્લા સ્થળોએ લાંબા સમય સુધી રહેવું મુશ્કેલ બન્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની અતિશય ગરમી પાછળ વૈશ્વિક જળવાયુ પરિવર્તન એક મહત્વપૂર્ણ કારણ બની રહ્યું છે. આગામી દિવસોમાં યુરોપના અનેક વિસ્તારોમાં તાપમાન વધુ વધવાની શક્યતા હોવાથી સરકારો અને સ્થાનિક તંત્ર સતત સતર્કતા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.